ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડ અને જસ્ટિસિસ પીએસ નરસિંહા અને જેબી પારડીવાલાની બેન્ચે અરજી કરનારા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને ઉત્તરાખંડ હાઈ કોર્ટમાં આ અરજી કરવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ) : સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના જમીનમાં ધસી રહેલા જોશીમઠની કટોકટીને રાષ્ટ્રીય હોનારત જાહેર કરવા માટે અદાલતના હસ્તક્ષેપની માગણી કરતી એક અરજી પર સુનાવણી કરવાનો ગઈ કાલે ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડ અને જસ્ટિસિસ પીએસ નરસિંહા અને જેબી પારડીવાલાની બેન્ચે અરજી કરનારા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને ઉત્તરાખંડ હાઈ કોર્ટમાં આ અરજી કરવા જણાવ્યું હતું.