અમેરિકા સાથે ટ્રેડ-ડીલ કરવાના દબાણમાં ભારતે રશિયન તેલ ખરીદવાનું ઘટાડ્યું છે એવા વિવાદ વચ્ચે વિદેશપ્રધાન એસ. જયશંકરે કર્યો ખુલાસો
ભારતીય વિદેશપ્રધાન જયશંકર
જર્મનીમાં મ્યુનિક સિક્યૉરિટી કૉન્ફરન્સમાં ભારતીય વિદેશપ્રધાન જયશંકરને પૂછવામાં આવ્યું કે શું અમેરિકાએ નવા ટ્રેડ-ડીલ ઍગ્રીમેન્ટ માટે ભારતને રશિયન તેલ લેવાનું બંધ કરવા મજબૂર કર્યું છે? ત્યારે જયશંકરે કહ્યું હતું કે ‘અમે સ્ટ્રૅટેજિક સ્વાયત્તતાથી જોડાયેલા છીએ, કેમ કે એ અમારા ઇતિહાસ અને વિકાસ બન્નેનો મહત્ત્વનો હિસ્સો છે. આ બધું બહુ ઊંડું છે અને એ રાજનીતિક વાતોથી પર છે. ગ્લોબલ ઑઇલ માર્કેટ ખૂબ કૉમ્પ્લેક્સ અને ડાયનૅમિક છે. જ્યાં સુધી એનર્જીના મુદ્દાની વાત છે તો એ ખૂબ કૉમ્પ્લેક્સ માર્કેટ છે. ભારતમાં તેલ-કંપનીઓ યુરોપ અને અન્ય દેશોની જેમ અવેલેબિલિટી, કૉસ્ટ અને રિસ્ક જોઈને નિર્ણયો લે છે જે તેમના હિતમાં છે. ખૂબ ઝડપથી બદલાઈ રહેલા વૈશ્વિક માહોલમાં દેશ પણ સતત પોતાની ગણતરીઓ અને પાર્ટનરશિપને તપાસે છે. બહુ ચીજો બદલાઈ રહી છે.’


