સંરક્ષણ પ્રધાને સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને સંરક્ષણ જાહેર ક્ષેત્રના એકમો અને ખાનગી ઉદ્યોગ સહિત તમામ હિસ્સેદારોના સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી હતી
રાજનાથ સિંહ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન ૧,૫૦,૫૯૦ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. આ ઉત્પાદન પાછલા નાણાકીય વર્ષના ૧.૨૭ લાખ કરોડ રૂપિયા કરતાં લગભગ ૧૮ ટકાનો મજબૂત વધારો દર્શાવે છે. એ સિવાય ૨૦૧૯-’૨૦ પછી ૯૦ ટકાનો વધારો દર્શાવે છે, જ્યારે આ આંકડો એ સમયે ૭૯,૦૭૧ કરોડ રૂપિયા હતો.
સંરક્ષણ પ્રધાને સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને સંરક્ષણ જાહેર ક્ષેત્રના એકમો અને ખાનગી ઉદ્યોગ સહિત તમામ હિસ્સેદારોના સામૂહિક પ્રયાસોની પ્રશંસા કરી હતી અને આ સિદ્ધિને તેમણે સીમાચિહ્નરૂપ ગણાવી હતી.


