રાજસ્થાનમાં ગરમીનો ૨૬ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રાજસ્થાનમાં છેલ્લાં ૨૬ વર્ષનો ગરમીનો રેકૉર્ડ તૂટી ગયો છે. અહીં એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ બાડમેરમાં પારો ૪૬ ડિગ્રીની પાર પહોંચી ગયો છે. જયપુરમાં પણ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર રહ્યું હતું. આવનારા દિવસોમાં રાજ્યમાં ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર જોવા નથી મળતા.
બીજી બાજુ ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પશ્ચિમી યુપી અને દિલ્હીને અડીને આવેલા જિલ્લામાં ભયાનક લૂ છે. વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, ઝાંસી અને હમીરપુર જેવા વિસ્તારમાં તાપમાન ૪૦ ડિગ્રી પાર હતું. પ્રયાગરાજમાં મહત્તમ તાપમાન ૪૧.૪ ડિગ્રી નોંધાયું હતું.


