૧૭ સપ્ટેમ્બરે કિશ્તવાડ જેલમાં બીમાર થયા બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ૨૦૧૯માં ૧૪ ફેબ્રુઆરીએ કરવામાં આવેલા આતંકવાદી હુમલાના એક આરોપી ૩૨ વર્ષના બિલાલ અહમદ કુચેરીનું જમ્મુની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં હાર્ટ-અટૅકથી મૃત્યુ થયું છે. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ૪૦ જવાનો શહીદ થયા હતા અને ૮ ઘાયલ થયા હતા. બિલાલ કાકાપોરાના હાજીબલ ગામનો રહેવાસી હતો અને આ કેસમાં ચાર્જશીટ થયેલા કુલ ૧૯ આરોપી પૈકી એક હતો. ૧૭ સપ્ટેમ્બરે કિશ્તવાડ જેલમાં બીમાર થયા બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સોમવારે રાતે તેનું મૃત્યુ થયું હતું.