પ્રેમાનંદ મહારાજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હાથ પર ભગવાનના નામ કે છબીના ટેટૂ બનાવવાનું ટાળવું જોઈએ. તેમણે આ પાછળનું કારણ સમજાવતા કહ્યું કે, શૌચક્રિયા પછી તે જ હાથ પર પાણી નાખવામાં આવે છે કે તેનાથી સફાઈ કરવામાં આવે છે, જે ભગવાનના નામનું અપમાન સમાન છે.
પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા માટે દેશ અને દુનિયાભરમાંથી જાણીતી હસ્તીઓ વૃંદાવન આવે છે. - તસવીર સ્ક્રીન ગ્રેબ
આજના સમયમાં શરીર પર ટેટૂ કરાવવું યુવાનોને ખૂબ કૂલ અને ટ્રેન્ડી લાગે છે. કેટલાક લોકો તો હાથ પર ભગવાનના નામના ટેટૂ પણ કરાવી લે છે. વૃંદાવનના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજે આ બાબતને ખોટી ગણાવી છે. તેમનું કહેવું છે કે ભગવાનના નામ અને ભગવાન સાથે જોડાયેલી વસ્તુઓને શરીર પર ટેટૂ તરીકે કરાવવું યોગ્ય નથી. આ મુદ્દે એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
વીડિયોમાં એક શ્રદ્ધાળુ પોતાના પરિવાર સાથે પ્રેમાનંદ મહારાજના દર્શન માટે ઉભો દેખાય છે. પ્રેમાનંદ મહારાજ તેને કહે છે કે તમારા ડાબા હાથ પર તમે મહાદેવના નામનું ટેટૂ કરાવ્યો છે. આ હાથનો ઉપયોગ શૌચ દરમિયાન થાય છે. જ્યારે તમે નાહો છો ત્યારે આ હાથનું પાણી પગ સુધી પણ જાય છે. તેથી ક્યાંક ને ક્યાંક આ પાપ બનવાની શક્યતા રહે છે. અમે નિષેધ કરીએ છીએ કે ભગવાનના નામનાં ટેટૂ ન કરાવો, કારણ કે આ યોગ્ય નથી. તમે ત્રિશૂલને ફૂલના ડિઝાઇનમાં બદલાવી શકો અને જ્યાં મહાદેવ લખ્યું છે ત્યાં કોઈ સાંસારિક ચિત્ર બનાવી શકો. મારી સલાહ પ્રમાણે એક વખત આવું કરી જુઓ.
ADVERTISEMENT
View this post on Instagram
હા, આ ચાલશે, આને કાઢવાની જરૂર નથી
ત્યારબાદ પ્રેમાનંદ મહારાજે શ્રદ્ધાળુને પૂછ્યું કે બીજા હાથ પર તમે શું ટેટૂ કરાવ્યું છે. જવાબ મળ્યો કે તેમાં Blessed લખ્યું છે. આ પર પ્રેમાનંદ મહારાજ હસતા હસતા કહે છે કે હા, આ ચાલશે, તેને કાઢવાની જરૂર નથી. તેમની વાત સાંભળીને ત્યાં હાજર બધા લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું. શ્રદ્ધાળુએ પણ વચન આપ્યું કે આગામી વખતે જ્યારે તે દર્શન માટે આવશે ત્યારે તે ટેટૂમાં ફેરફાર કરીને આવશે. પ્રેમાનંદ મહારાજ આ રીતે પોતાના ભક્તો સાથે કનેક્ટ થાય છે અને કોઈપણ મોટા ઉપદેશોની ભાષાને બદલે સાદી સરળ ભાષામાં વાતચીત કરે છે જેનાથી લોકો તેમનાથી વધુને વધુ આકર્ષાય છે. તેઓ સોશ્યલ મીડિયા પર અવારનવાર ટ્રેન્ડ થતા હોય છે.
કોણ છે પ્રેમાનંદ મહારાજ
પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા માટે દેશ અને દુનિયાભરમાંથી જાણીતી હસ્તીઓ વૃંદાવન આવે છે. તેઓ શ્રીહિત રાધા કેલિકુંજ આશ્રમનું સંચાલન કરે છે. તેમનું મૂળ નામ અનિરુદ્ધ કુમાર પાંડે છે અને તેઓ કાનપુરના રહેવાસી છે. તેમની બંને કિડની ખરાબ છે અને સમય સમય પર તેમને ડાયાલિસિસ કરાવવું પડે છે. તેમ છતાં તેમની ઊર્જા નોંધપાત્ર છે. ક્રિકેટર વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે ઘણીવાર તેમના આશ્રમમાં દર્શન કરવા જાય છે. પ્રેમાનંદ મહારાજનું બાળપણથી જ મન ઈશ્વર ભક્તિમાં લાગેલું હતું અને માત્ર 13 વર્ષની ઉંમરે તેઓ ઘર છોડીને ઈશ્વરની શોધમાં નીકળી ગયા હતા.
