લેફ્ટનન્ટ ગવર્નરે યાત્રાળુઓને મોટી સંખ્યામાં અમરનાથ ગુફા મંદિરમાં આવવા વિનંતી કરી હતી
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ગઈ કાલે અમરનાથ ગુફાની મુલાકાત લીધી હતી અને બાબા બર્ફાનીનાં દર્શન કર્યા
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ગઈ કાલે અમરનાથ ગુફાની મુલાકાત લીધી હતી અને બાબા બર્ફાનીનાં દર્શન કર્યા બાદ પ્રથમ પૂજા કરી હતી. ખાસ સુરક્ષાવ્યવસ્થા વચ્ચે ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરવામાં આવી હતી જેની સાથે અમરનાથ યાત્રાનો ઔપચારિક પ્રારંભ થયો હતો. ત્રીજી જુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા નવમી ઑગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂરી થશે. લેફ્ટનન્ટ ગવર્નરે યાત્રાળુઓને મોટી સંખ્યામાં અમરનાથ ગુફા મંદિરમાં આવવા વિનંતી કરી હતી. યાત્રા માટે શ્રાઇન બોર્ડ અને પ્રશાસને સુવિધાઓમાં સુધારો કર્યો છે.

