Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Petrol-Diesel Price Hike: મોંઘવારીનો વધુ એક ફટકો! દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ત્રણ રૂપિયા વધ્યા!

Petrol-Diesel Price Hike: મોંઘવારીનો વધુ એક ફટકો! દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ત્રણ રૂપિયા વધ્યા!

Published : 15 May, 2026 10:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Petrol-Diesel Price Hike: આમ તો છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો ટૂંક સમયમાં સ્થાનિક ગ્રાહકોને અસર કરશે. અને હવે ઓઇલ કંપનીઓએ આજથી ઇંધણના રેટ્સમાં ફેરફાર કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Petrol-Diesel Price Hike: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરકસરનું આહ્વાન કરીને સૌને ચેતવી તો નાખ્યા જ હતા પણ હવે જેનો ડર હતો તે પેટ્રોલ આને ડીઝલના ભાવમાં વધારો થઈ જ ગયો છે. પેટ્રોલ 3 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 3.11 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ જવાથી સામાન્ય લોકોના ખિસ્સા પર બોજો વધ્યો છે. આમ તો છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો ટૂંક સમયમાં સ્થાનિક ગ્રાહકોને અસર કરશે. અને હવે ઓઇલ કંપનીઓએ આજથી ઇંધણના રેટ્સમાં ફેરફાર કર્યો છે. આજે સવારે 6 વાગ્યાથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવતાં લોકોના મૂડ બગડી ગયા છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ કટોકટી અને વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળા (Petrol-Diesel Price Hike) વચ્ચે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) વધતા નુકસાન સામે ઝઝૂમી રહી હોવાથી શુક્રવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરાયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 3.14 રૂપિયાથી વધીને હવે 97.77 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમતમાં 3.11 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.



એનર્જી માર્કેટના દબાણ વચ્ચે CNGના ભાવમાં પણ વધારો !


પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પણ વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ આજથી સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ સુધારા બાદ દિલ્હીમાં CNGની કિંમત હવે 79.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (Petrol-Diesel Price Hike) થઈ ગઈ છે. ભાવમાં વધારાથી જાહેર પરિવહન ઓપરેટરો, વ્યાપારી વાહનોના માલિકો અને રોજિંદા મુસાફરોના ખિસ્સા પર બોજો વધવાનો છે.

ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાથી ઓઇલ કંપનીઓને નુકસાન


પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં છૂટક ઇંધણના ભાવમાં મોટા ભાગે કોઈ ફેરફાર થયો ન હોવાથી સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ભારે નાણાકીય તાણ પડી રહી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી પર સંયુક્ત અંડર રિકવરી દર મહિને લગભગ 30,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સંચાલિત ઇંધણના છૂટક વેપારીઓ ઊંચા રેટ્સ પર ક્રૂડ ઓઇલની ખરીદી કરી રહ્યા છે પરંતુ ગ્રાહકો પર સંપૂર્ણ બોજો લાદી ન શકવાને કારણે તેઓનું નાણાકીય નુકસાન (Petrol-Diesel Price Hike) વધ્યું છે. તેઓએ આગળ ઉમેર્યું કે કેન્દ્રએ અગાઉ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે અંદાજે 14,000 કરોડ રૂપિયાની માસિક આવક ઘટી ગઈ હતી. ટેક્સમાં ઘટાડો થયો હોવા છતાં ઓઇલ કંપનીઓ માટે અંડર-રિકવરીમાં સતત વધારો થઈ રહ્યો છે, એમ આઈએએનએસના અહેવાલમાં જણાવાયું છે.

આજે દેશના પ્રમુખ શહેરોમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ અંદાજિત આ પ્રમાણે ચાલી રહ્યો છે:

શહેર

પેટ્રોલ (અંદાજિત નવો ભાવ)

ડીઝલ (અંદાજિત નવો ભાવ)

મુંબઈ

106.54

93.14

દિલ્હી

97.77

90.78

ચેન્નાઈ

103.84

95.50

કલકત્તા

108.41

95.13

બેંગલુરુ

102.96

94.10

 

Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK