ભારતમાંથી નિકાસ બંધ થતાં બ્રાઝિલ અને થાઇલૅન્ડ જેવા દેશોમાંથી એશિયા અને આફ્રિકાના દેશોમાં નિકાસ વધશે
પ્રતીકાત્મક તસવીર
ભારતે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતા એક નોટિફિકેશનમાં કહ્યું હતું કે હાલમાં ૩૦ સપ્ટેમ્બર સુધી અથવા તો આગામી આદેશ સુધી ભારતમાંથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભારત દુનિયામાં ખાંડનો બીજા નંબરનો ઉત્પાદક દેશ છે. ભારતમાં ચીનની કિંમત વધતી રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે આગામી સત્રમાં ખાંડના ઉત્પાદન પર અસર પડે એવી આશંકા જતાવાઈ રહી છે. એને કારણે ભાવમાં વધારો થઈ શકે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને સરકારે પહેલેથી જ ચીનના એક્સપોર્ટ પર ટેમ્પરરી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.
નિકાસ બંધ થવાથી સફેદ ખાંડ અને રૉ શુગરની વૈશ્વિક કિંમતને સપોર્ટ મળી શકે છે. સરકારે આ વર્ષે ખાંડની મિલોને ૧.૫૯ મિલ્યન ટન ખાંડ એક્સપોર્ટ કરવાની અનુમતિ આપી હતી, પરંતુ લગાતાર બીજા વર્ષે ખાંડનું ઉત્પાદન ખપત કરતાં ઓછું રહેવાનું અનુમાન હોવાથી આગોતરા પગલાં તરીકે આ નિર્ણય લેવાયો છે. આ પ્રતિબંધ રિફાઇન્ડ અને રૉ બન્ને પ્રકારની શુગર પર છે. આ સૂચના જાહેર થઈ એ પહેલાં લોડ થઈ ગઈ હોય અથવા તો જે સ્ટૉક કસ્ટમ્સ વિભાગને સોંપાઈ ગયો હોય એ માલની નિકાસ કરી શકાશે.
ADVERTISEMENT
ભારતમાંથી નિકાસ બંધ થતાં બ્રાઝિલ અને થાઇલૅન્ડ જેવા દેશોમાંથી એશિયા અને આફ્રિકાના દેશોમાં નિકાસ વધશે. બ્રાઝિલ વિશ્વનો સૌથી મોટો શુગર એક્સપોર્ટર દેશ છે.
