Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જ્ઞાનેશ કુમારની જવાબદારીનો નિર્ણય સુપ્રીમ કોર્ટ નહીં, જનતા લેશે

જ્ઞાનેશ કુમારની જવાબદારીનો નિર્ણય સુપ્રીમ કોર્ટ નહીં, જનતા લેશે

Published : 29 September, 2026 10:21 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય ચૂંટણીપંચ સામે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ રહેલી નવી અરજીઓ વચ્ચે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના નેતા સૌરવ દાસે કોર્ટની ઐસીતૈસી કરવા જનતાને ઉકસાવીને કહ્યું કે લોકશાહીમાં જનતા જ સર્વોપરી છે, કોર્ટ કે ચૂંટણીપંચ નહીં

સૌરવ દાસ

સૌરવ દાસ


મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અને હાઈ કોર્ટમાં થઈ રહેલી અનેક અરજીઓ વચ્ચે કૉક્રૉચ જનતા પાર્ટીના નેતા સૌરવ દાસે મોટો ધડાકો કર્યો છે. સૌરવ દાસે સ્પષ્ટ કર્યું છે કે ‘કોર્ટ ભલે એક બંધારણીય સંસ્થા રહી, પરંતુ જ્ઞાનેશ કુમારની જવાબદેહી નક્કી કરવા માટે તેઓ કોર્ટના શરણે નહીં જાય. આ મામલે હવે અંતિમ ફેંસલો અદાલત નહીં પરંતુ દેશની જનતા જ કરશે.’
પોતાના આ કડક વલણ પાછળનું કારણ આપતાં સૌરવ દાસે ભૂતકાળનો એક કડવો અનુભવ યાદ કરાવીને કહ્યું હતું કે ‘અગાઉ જ્યારે મોટા પાયે મતદારોનાં નામ ગાયબ થયાં ત્યારે પણ લોકો કોર્ટમાં ગયા હતા. એ સમયે જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની બેન્ચે એવી આશ્ચર્યજનક ટિપ્પણી કરી હતી કે જેઓ આ વખતે મત નથી આપી શક્યા તેઓ આગામી ચૂંટણીમાં આપશે, પણ કોણ સમજાવશે કે નેક્સ્ટ ટાઇમ જેવું કશું હોતું નથી. એટલે હવે સંવિધાનિક સંસ્થા તરીકે કોર્ટ ભલે જ્ઞાનેશ કુમાર સામેની નવી પિટિશનો ગમે એટલી વાર સાંભળે, તેમને જે આદેશ આપવો હોય એ આપે; પણ જ્ઞાનેશ કુમારને જવાબદાર ઠેરવવાની લોકશાહીની ડિમાન્ડ ક્યારેય કોર્ટરૂમથી પૂરી નહીં થાય. એ જનતા જ નક્કી કરશે કેમ કે ચૂંટણીપંચ કે ન્યાયાધીશ ભારતીય લોકશાહીના માલિક નથી, આપણે જનતા છીએ.’
સોશ્યલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતાં સૌરવ દાસે લખ્યું હતું કે ‘જ્યારે ચૂંટણીપંચની ગેરકાયદે પ્રવૃત્તિઓ વિશે સવાલ ઊઠે ત્યારે BJPની આખી સિસ્ટમ ઇતિહાસના પાઠ ભણાવવા બેસી જાય છે. સત્તા માત્ર સેવા માટે હોય છે અને જે સરકાર આવું નથી વિચારતી એનો અંત નિશ્ચિત હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2026 10:21 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK