સુપ્રીમ કોર્ટની સૂચનાનું પાલન કરીને રચવામાં આવેલી એક કમિટીની ભલામણો મુજબ જુદાં-જુદાં રાજ્યોમાં મહામારી દરમ્યાન અનેક દોષીઓ અને અન્ડરટ્રાયલ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કોર્ટે એ તમામ દોષીઓ અને અન્ડરટ્રાયલ કેદીઓને પંદર દિવસમાં સરેન્ડર કરવા ગઈ કાલે આદેશ આપ્યો હતો જેમને કોરોનાની મહામારી દરમ્યાન જેલોમાં સંક્રમણ ઘટાડવા માટે, કેદીઓની ભીડ ઘટાડવા માટે મુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ એમ. આર. શાહ અને સિટી રવિકુમારની બેન્ચે જણાવ્યું હતું કે મહામારી દરમ્યાન ઇમર્જન્સી જામીન પર મુક્ત કરવામાં આવેલા અન્ડરટ્રાયલ કેદીઓ સરેન્ડર કર્યા પછી અદાલત સમક્ષ રેગ્યુલર જામીન માટે અરજી કરી શકે છે. સુપ્રીમ કોર્ટની સૂચનાનું પાલન કરીને રચવામાં આવેલી એક કમિટીની ભલામણો મુજબ જુદાં-જુદાં રાજ્યોમાં મહામારી દરમ્યાન અનેક દોષીઓ અને અન્ડરટ્રાયલ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.