ઑપરેશનને સફળ બનાવનારા ઇન્ડિયન ઍરફોર્સના વાયુસૈનિકો માટે ભારત સરકારે વીરતાના પુરસ્કાર જાહેર કર્યા હતા.
વાઇસ ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ ઍર માર્શલ નર્મદેશ્વર તિવારી, ડેપ્યુટી ચીફ ઑફ ઍર સ્ટાફ ઍર માર્શલ અવધેશકુમાર ભારતી, ભારતીય સૈન્યના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ અને નૉર્ધર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા
ભારત સરકારે ભારતની સેનાની ત્રણેય પાંખના સૈનિકોને વિશિષ્ટ સેવા માટે મેડલ્સથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. ઑપરેશન સિંદૂરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા વાયુસેનાના સૈનિકો માટે પણ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી.
ભારતે ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તય્યબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવાં આતંકવાદી સંગઠનોનાં મથકો પર હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ ઑપરેશનને સફળ બનાવનારા ઇન્ડિયન ઍરફોર્સના વાયુસૈનિકો માટે ભારત સરકારે વીરતાના પુરસ્કાર જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
વાયુસેનાના ૧૩ અધિકારીઓને યુદ્ધ સેવા મેડલ અને ૨૬ અધિકારીઓને વાયુ સેના મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત વાયુ સેનાના ચાર અધિકારીઓ અને આર્મીના બે અધિકારીઓને સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. ૯ સૈનિકોને વીર ચક્ર અને એક સૈનિકને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવશે.
ઑપરેશન સિંદૂરને સફળ બનાવનારા સૈન્ય અધિકારીઓને સરકારે સર્વોત્તમ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કર્યા છે. વાઇસ ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ ઍર માર્શલ નર્મદેશ્વર તિવારી, ડેપ્યુટી ચીફ ઑફ ઍર સ્ટાફ ઍર માર્શલ અવધેશકુમાર ભારતી, ભારતીય સૈન્યના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ અને નૉર્ધર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માને આ મેડલ મળવાના છે.


