ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઓમ પ્રકાશ ચૌટાલાએ ૮૭ વર્ષની ઉંમરે બારમું ધોરણ પાસ કર્યું

ઓમ પ્રકાશ ચૌટાલાએ ૮૭ વર્ષની ઉંમરે બારમું ધોરણ પાસ કર્યું

11 May, 2022 09:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એજ ઇઝ જસ્ટ અ નંબર. હરિયાણાના ભૂતપૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાને આ વાત બિલકુલ લાગુ પડે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ચંડીગઢ ઃ એજ ઇઝ જસ્ટ અ નંબર. હરિયાણાના ભૂતપૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાને આ વાત બિલકુલ લાગુ પડે છે. તેમણે ૮૭ વર્ષની ઉંમરે ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા પાસ કરી છે. ચૌટાલા એક કાર્યક્રમ માટે હરિયાણાના ભિવાનીમાં પહોંચ્યા તો રાજ્યના શિક્ષણ બોર્ડના અધિકારીઓએ ત્યાં સન્માન સાથે તેમને માર્કશીટ સોંપી હતી. 
ઓમ પ્રકાશ ચૌટાલાએ ધોરણ-૧૦ના અંગ્રેજીના પેપરમાં ૧૦૦માંથી ૮૮ માર્ક મેળવ્યા હતા. ૨૦૨૧માં ઓમ પ્રકાશ ચૌટાલાએ હરિયાણાની ઓપન બોર્ડ હેઠળ ૧૨મા ધોરણની પરીક્ષા આપી હતી. જોકે પાંચમી ઑગસ્ટે તેમનું રિઝલ્ટ રોકવામાં આવ્યું હતું, કેમ કે તેમણે ૧૦મા ધોરણની ઇંગ્લિશની પરીક્ષા પાસ નહોતી કરી. ચૌટાલા ૨૦૧૯માં કોઈ કારણસર ઇંગ્લિશનું પેપર આપતા ચૂકી ગયા હતા. ઇંગ્લિશના પેપરનું રિઝલ્ટ ન આવવાના કારણે હરિયાણા સ્કૂલ એજ્યુકેશન બોર્ડે તેમનું ૧૨મા ધોરણનું રિઝલ્ટ પણ રોક્યું હતું. ૧૨મા ધોરણનું રિઝલ્ટ મેળવવા માટે તેમણે ૨૦૨૧માં જ ઇંગ્લિશનું બાકી પેપર આપ્યું.
વાસ્તવમાં ચૌટાલાની આ અચિવમેન્ટ બહાર આવતાં જ સોશ્યલ મીડિયા પર અનેક નેતાઓ અને અભિનેતાઓએ તેમને અભિનંદન આપ્યાં હતાં.  


11 May, 2022 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK