સુનાવણી વખતે ન્યાયાધીશે દોષિત ભીમરાવ કાંબળેને તેનો ગુનો યાદ કરાવી તે પોતે કઈ સજાને લાયક છે તે જણાવવા કહ્યું. જેના જવાબમાં કાંબળેએ કહ્યું "મેં કંઈ ખોટું નથી કર્યું" એવો દાવો કર્યો. કોર્ટે તેને રોકીને કહ્યું કે ગુનો સાબિત થઈ ચૂક્યો છે.
દોષિત આરોપી ભીમરાવ કાંબળે
મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે પુણે જિલ્લાના ભોર તાલુકાના નસરાપુરમાં થયેલા બળાત્કાર કેસમાં આજે ગુરુવાર, 25 જૂને ચુકાદો આવ્યો છે. 1 મેના રોજ 65 વર્ષીય આરોપીએ પોતાના ઘરની બહાર રમી રહેલી 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પોલીસે ઝડપી તપાસ કરી માત્ર અઢી મહિનામાં ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે પણ આ કેસને પ્રાથમિકતા આપીને સુનાવણી પૂર્ણ કરી. આજે આરોપીને IPC અને POCSO ઍક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો. પુણે ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના સ્પેશિયલ જજ એસ. આર. સાળુંખેએ આરોપીને દોષિત ઠેરવ્યો છે. આરોપી સામેના ગુનાઓમાં બે કલમોમાં ફાંસી, એકમાં આજીવન કેદ અને એકમાં 14 વર્ષની સજાની જોગવાઈ છે. જોકે, કોર્ટે હજી સજા નક્કી કરી નથી. બન્ને પક્ષોની દલીલો પૂરી થયા પછી જ કોર્ટ સજા સંભળાવશે.
દોષિત સાબિત થયા પછી પણ આરોપી અડગ: "મેં કોઈ ખોટું કામ નથી કર્યું"
ADVERTISEMENT
સુનાવણી વખતે ન્યાયાધીશે દોષિત ભીમરાવ કાંબળેને તેનો ગુનો યાદ કરાવી તે પોતે કઈ સજાને લાયક છે તે જણાવવા કહ્યું. જેના જવાબમાં કાંબળેએ કહ્યું "મેં કંઈ ખોટું નથી કર્યું" એવો દાવો કર્યો. કોર્ટે તેને રોકીને કહ્યું કે ગુનો સાબિત થઈ ચૂક્યો છે. ફરી સજા વિશે પૂછતાં આરોપી ચૂપ રહ્યો હતો.
દોષિતોને ફાંસી આપવાની માગ
સુનાવણીમાં બન્ને પક્ષના વકીલોએ દલીલો કરી. સરકારી વકીલે દોષિત કાંબળે માટે ફાંસીની માગણી કરી. વકીલે કહ્યું કે દોષિતને પોતાના કૃત્યનો કોઈ પસ્તાવો નથી અને તેણે માસૂમ બાળકીના વિશ્વાસનો ફાયદો ઉઠાવી ગંભીર ગુનો કર્યો છે. વકીલે કોર્ટને એ પણ જણાવ્યું કે આરોપીના પરિવારે પણ તેનો બચાવ નથી કર્યો, કારણ કે તેનો પહેલેથી ગુનાહિત રેકોર્ડ છે.
#WATCH | Pune, Maharashtra | On Pune-Nasrapur minor girl sexual assault case, Special Public Prosecutor Advocate Ajay Misar says, "The case was placed for the final judgement today. The court delivered its verdict. In this judgment, the prosecution concluded that all the charges… pic.twitter.com/PWyxsQNqWJ
— ANI (@ANI) June 25, 2026
બચાવ પક્ષના વકીલની દલીલ શું હતી?
બીજી તરફ, કાંબળેના વકીલે કોર્ટમાં કહ્યું કે ઘટનાની ઘણી કડીઓ મળતી નથી. 65 વર્ષનો આરોપી આ ઉંમરે આવો ક્રૂર ગુનો કરી શકે કે નહીં તેના પર વિચાર થવો જોઈએ. વકીલે ફાંસીને બદલે આજીવન કેદની માગણી કરી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ મિલિંદ પવારે મીડિયાને કહ્યું કે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સમગ્ર કાર્યવાહી દરમિયાન કાંબળેમાં 4 વર્ષની બાળકી સાથેના પોતાના ગુના અંગે કોઈ પસ્તાવો દેખાયો નહીં. તેમણે દોષિતને ફાંસીની સજા આપવાની માગણી કરી.
નસરાપુર કેસની શું છે?
1 મેના રોજ પુણેના નસરાપુરમાં 65 વર્ષના એક પુરુષે ઘરની સામે રમતી બાળકીને ગૌશાળામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ પથ્થર વડે તેની હત્યા કરી અને મૃતદેહને છાણના ઢગલા નીચે છુપાવી દીધો. બપોરે બાળકી ન મળતાં શોધખોળ કરાઈ ત્યારે ગૌશાળામાંથી તેનો મૃતદેહ મળ્યો. વિસ્તારના CCTV ફૂટેજમાં આરોપી બાળકીનો હાથ પકડીને ગૌશાળા તરફ લઈ જતો દેખાયો. ફૂટેજમાં આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કર્યાનું પણ જાણવા આવ્યું. આ માસૂમ બાળકી ઉનાળાની રજાઓમાં તેની નાનીના ઘરે આવી હતી. ઘટના બાદ ગામલોકોમાં ભારે રોષ છે અને આરોપીને કડક સજાની માગણી થઈ રહી છે.
