વિપક્ષની એકતા માટે તમામ પાર્ટીઓની એક બેઠક થશે જે માટેનો સમય અને તારીખ આગામી બે ત્રણ દિવસમાં નક્કી કરવામા આવશે
મલ્લિકાજુન ખડગે ફાઇલ તસવીર
આગામી લોકસભા ચૂંટણી પહેલા બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર વિપક્ષોને ભેગા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. નીતીશ કુમાર ગઈ કાલે દિલ્હીમાં કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાજુન ખડગેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં મહત્વની બેઠક થઈ હતી. જેમાં રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, જેડીયુ અધ્યક્ષ લલન સિંહ હાજર રહ્યાં હતા. વિપક્ષની એકતા માટે તમામ પાર્ટીઓની એક બેઠક થશે જે માટેનો સમય અને તારીખ આગામી બે ત્રણ દિવસમાં નક્કી કરવામા આવશે. મોટા ભાગના વિપક્ષના નેતાઓને આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવશે. ખડગેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે હવે એક થશે દેશ. લોકશાહીની મજબુતી જ અમારો સંદેશ.