અઢી કલાક સુધી હાઇવે પર ટ્રૅફિક રોકી દીધો હતો. તેમણે આ હાઇવે પર સ્પીડ લિમિટ લગાડવામાં આવે એવી માગણી પણ કરી હતી.
રાજસ્થાનમાં ઊંટને સ્ટેટ ઍનિમલનો દરજ્જો મળેલો છે. ઊંટની હત્યા કરનારને ત્રણથી પાંચ વર્ષનો કારાવાસ અને દંડની જોગવાઈ છે.
રાજસ્થાનના ફલોદી જિલ્લામાં ગુજરાત અને પંજાબને જોડતા ભારતમાલા હાઇવે પર લક્ષ્મણનગર ટોલ પ્લાઝા પાસે ગુરુવારે રાત્રે સ્પીડથી જતા એક ભારે વાહને મારેલી ટક્કરમાં એક પ્રેગ્નન્ટ ઊંટડી સહિત નવ ઊંટનાં રોડ પર જ મૃત્યુ થયાં હતાં જ્યારે બે ઊંટ ગંભીર અવસ્થામાં ઘાયલ થયાં હતાં. રોડ પર ચોમેર ઊંટના મૃતદેહો પડી રહ્યા હતા અને હાઇવે લોહીથી લથપથ થયો હતો.
મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણકારી સ્થાનિક લોકોને શુક્રવારે સવારે મળતાં તેમણે તાત્કાલિક ડ્રાઇવરને પકડી લેવાની માગણી સાથે રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને અઢી કલાક સુધી હાઇવે પર ટ્રૅફિક રોકી દીધો હતો. તેમણે આ હાઇવે પર સ્પીડ લિમિટ લગાડવામાં આવે એવી માગણી પણ કરી હતી.

