Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રુદ્રપ્રયાગમાં ગુરુદ્વારા પર નિહંગ સિખોએ જમાવ્યો કબજો

રુદ્રપ્રયાગમાં ગુરુદ્વારા પર નિહંગ સિખોએ જમાવ્યો કબજો

Published : 22 June, 2026 01:10 PM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બદરીનાથ હાઇવે પાસેના આ ગુરુદ્વારામાં ૮થી ૧૦ નિહંગોએ અડ્ડો જમાવ્યો અને સિખ ભક્તને બંધક બનાવી લીધો

રુદ્રપ્રયાગના ગુરુદ્વારા પર બે દિવસથી કબજો જમાવીને બેસેલા નિહંગ સિખો.

રુદ્રપ્રયાગના ગુરુદ્વારા પર બે દિવસથી કબજો જમાવીને બેસેલા નિહંગ સિખો.


ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના નગરાસુમાં આવેલા ગુરુદ્વારા દમદમા સાહિબમાં શનિવારે બપોરે ભાલા અને તલવારોથી સજ્જ ૮થી ૧૦ નિહંગોના જૂથે કથિત રીતે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના ગુરુદ્વારામાં ધસી જઈને કબજો જમાવી લીધો હતો. કેટલાક સિખો ગુરુદ્વારાની છત પર ચડી ગયા હતા અને એક ભક્તને બંધક બનાવ્યો હતો. શનિવારે શરૂ થયેલો આ તનાવ ગઈ કાલે પણ ચાલુ રહ્યો હતો. ૧૬ જૂને ચમોલીમાં થયેલી અથડામણ બાદ ધરપકડ કરાયેલા સિખ સંપ્રદાયના ૪ સભ્યોની મુક્તિની માગણી માટે આ વિવાદ શરૂ થયો છે. ગુરુદ્વારામાં છુપાયેલા છ નિહંગોને નીચે આવવા માટે સમજાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 01:10 PM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK