આ ટાઇટલ જીતવા બદલ હૉકી ઇન્ડિયાએ દરેક પ્લેયર્સ માટે ત્રણ લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી
કોચિંગ સ્ટાફના સભ્યો સાથે જીતની ઉજવણી કરતી ભારતીય મહિલા ટીમ
ભારતે ફાઇનલમાં યજમાન ન્યુ ઝીલૅન્ડને ૨-૦થી હરાવીને હૉકી વિમેન્સ નેશન્સ કપ ૨૦૨૫-’૨૬નો ખિતાબ જીત્યો છે. ચોથી સીઝન પહેલાં વર્ષ ૨૦૨૨ની પહેલી સીઝનમાં પણ ભારત ચૅમ્પિયન બન્યું હતું.
આ ટાઇટલ જીતવા બદલ હૉકી ઇન્ડિયાએ દરેક પ્લેયર્સ માટે ત્રણ લાખ રૂપિયા અને કોચિંગ સ્ટાફના દરેક સભ્ય માટે ૧.૫૦ લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ જીતીને ભારતીય મહિલા ટીમ એક વર્ષના બ્રેક બાદ ફરી હૉકી પ્રો લીગ ૨૦૨૬-’૨૭ માટે ક્વૉલિફાય થઈ ગઈ છે.
