Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઍરવેઝમાં અફરાતફરી : છેલ્લા થોડા સમયથી ઘટતી ઘટનાઓ સૂચવે છે કે સમય સાવચેત રહેવાનો છે

ઍરવેઝમાં અફરાતફરી : છેલ્લા થોડા સમયથી ઘટતી ઘટનાઓ સૂચવે છે કે સમય સાવચેત રહેવાનો છે

17 January, 2023 03:24 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મીડિયા અને સોશ્યલ મીડિયા વધારે ઍક્ટિવ થયાં હોય અને એ ઘટના બહાર આવવાની શરૂ થઈ હોય અને એવું પણ બને કે વધતા જતા ફ્લાઇટ-રૂટને કારણે એવા-એવા લોકો પ્લેનમાં ટ્રાવેલ કરતા થયા હોય જેમને અમુક બાબતોની સેન્સ ન હોય.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


છેલ્લા ૧૦ દિવસનાં ન્યુઝપેપર ઉથલાવીને જોઈ લેશો તો તમને સમજાશે કે ઍરવેઝ ઇન્ડસ્ટ્રીમાં કેવી અફરાતફરી શરૂ થઈ છે. પ્લેનમાં મારામારી થાય, ઍરહૉસ્ટેસની છેડતી કરવામાં આવે, સીટ પર પીપી કરી લેવામાં આવે જેવી બાબતોથી લઈને પ્લેનમાં બૉમ્બ મુકાયાની ધમકી સુધ્ધાં મળે અને એવું પણ બને કે ટેક્નિકલ ખરાબીને કારણે અમેરિકા જેવા દેશના ૭૦૦ રૂટ પરની ફ્લાઇટ રદ કે મોડી કરવામાં આવે! બને કે અમુક પ્રકારની ઘટનાઓ પહેલાં પણ બનતી, પણ હવે મીડિયા અને સોશ્યલ મીડિયા વધારે ઍક્ટિવ થયાં હોય અને એ ઘટના બહાર આવવાની શરૂ થઈ હોય અને એવું પણ બને કે વધતા જતા ફ્લાઇટ-રૂટને કારણે એવા-એવા લોકો પ્લેનમાં ટ્રાવેલ કરતા થયા હોય જેમને અમુક બાબતોની સેન્સ ન હોય.

સમય આવી ગયો છે કે સૌથી સેફ લાગતી ફ્લાઇટની મુસાફરીમાં પણ હવે સાવચેત રહેવાનો અને સમય આવી ગયો છે કે ફ્લાઇટ જેવી સૌથી આહ્‍‍લાદક કહેવાય એવી સફર માટે મૅનર્સ શીખવાનો. જો વ્યક્તિગત વાત કરવા જઈએ તો ગુજરાતી એક એવી કમ્યુનિટી છે જે હંમેશાં સાલસતા સાથે રહી છે. હા, એના પોતાના પણ આગ્રહ અને દુરાગ્રહ છે, પણ એ બન્નેમાં ખાનપાન સિવાય એવી કોઈ વાત આવતી નથી જેને લીધે અન્ય કોઈ ડિસ્ટર્બ થાય અને તેમણે તકલીફ ભોગવવી પડે. આ જ કારણે એ પણ કહેવું જ રહ્યું કે ઍરવેઝે ગુજરાતી પ્રજા જેવી બાકીની પ્રજાની માનસિકતા કેળવવી પડશે. બિહાર અને યુપી કે પછી અમુક અંશે બૅન્ગોલી કમ્યુનિટી આજે પણ ફ્લાઇટમાં ટ્રાવેલ કરતી હોય છે ત્યારે એવી જ રીતે ટ્રાવેલ કરે છે જાણે તે બસમાં પ્રવાસ કરે છે!
બેસવાની રીતથી માંડીને વર્તનની રીત જુઓ તો તમે રીતસર અકળાઈ જાઓ. વિદેશની એક ફ્લાઇટમાં તો હમણાં એવી બેશરમ ભરી ઘટના ઘટી કે તમે ધાર્યું પણ ન હોય. ફ્લાઇટમાં એક યંગસ્ટરને ગરમી લાગવાની ચાલુ થઈ એટલે તેણે ટી-શર્ટ કાઢીને અર્ધનગ્ન અવસ્થામાં બેસવાનું પસંદ કર્યું અને એને લીધે ગરમાગરમી થઈ અને પછી મારામારી પણ થઈ. 



આ પણ વાંચો : ઍની ડૉક્ટર ઑન ધ બોર્ડ : ઍરલાઇન્સે આ બાબતમાં હવે વધારે સજાગ થવાની જરૂર ઊભી થઈ છે


તમે ક્યાં છો એ પણ યાદ રાખો નહીં અને તમે કઈ સુવિધા ભોગવો છો એની પણ તમને ગંભીરતા ન હોય તો ખરેખર એ બહુ શરમજનક કહેવાય કે તમારા હાથમાં મા લક્ષ્મીનો વાસ થયો છે. અન્યની તો વાત છોડો, મા લક્ષ્મી પણ તમારા આ પ્રકારના વર્તનથી પરેશાન થશે અને એ પણ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાના મૂડમાં આવી જશે. પૈસો છે એનો અર્થ એવો નથી કે તમામ પ્રકારની તમને છૂટ મળે છે. ના, ના અને ના જ. પૈસો છે એનો અર્થ તમને સુવિધાનો ઉપયોગ કરવાની પરમિશન છે, નહીં કે દુરુપયોગની. પૈસા આવે ત્યારે સૌથી પહેલું તમારે એને માટેની લાયકાત કેળવવી જોઈએ. જો તમે એ લાયકાત કેળવી ન શકતા હો તો તમારે સહજ રીતે તૈયારી રાખવી પડે કે અત્યારે તમે આબરૂ ખર્ચો અને ભવિષ્યમાં તમે ધન માટે પણ તરસો.


Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK