Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નવ વર્ષ પછી ફરી ઇઝરાયલ જશે નરેન્દ્ર મોદી

નવ વર્ષ પછી ફરી ઇઝરાયલ જશે નરેન્દ્ર મોદી

Published : 24 February, 2026 11:57 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેતન્યાહુને મળશે, સંસદને સંબોધશે, સંરક્ષણકરાર કરશે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ઇઝરાયલની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝાના પુનર્નિર્માણ અંગે ચર્ચા કરવા માટે રચાયેલી ‘બોર્ડ ઑફ પીસ’ની બેઠકના થોડા દિવસ પછી થઈ રહી છે. ભારત એમાં મેમ્બર બન્યું નથી, ફક્ત ઑબ્ઝર્વર તરીકે ભાગ લીધો છે. જોકે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ વડા પ્રધાન મોદીની મુલાકાતથી ખૂબ જ ખુશ છે. તેમણે ભારતની પ્રશંસા કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સૌથી નજીકના મિત્ર ગણાવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ-મુલાકાત પહેલાં બેન્જામિન નેતન્યાહુએ ઓછામાં ઓછી બે વાર ભારતની મુલાકાતની જાહેરાત કરી હતી. જોકે વિવિધ કારણોસર તેમની મુલાકાતને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નહોતું. આ નરેન્દ્ર મોદીની ઇઝરાયલની બીજી મુલાકાત હશે. તેમણે અગાઉ જુલાઈ ૨૦૧૭માં ઇઝરાયલની મુલાકાત લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 11:57 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK