રાજ્યોમાં મકાનો તૂટી પડવાથી મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા છે. હવામાન વિભાગે તમામ રાજ્યો માટે ચેતવણી જાહેર કરી છે
ગઈ કાલે મણિપુરના ઇમ્ફાલ ઈસ્ટ જિલ્લામાં ઘૂંટણસમાણા પાણીમાં ચાલતા લોકો.
દેશમાં સમય પહેલાં પહોંચેલું ચોમાસું ઉત્તરપૂર્વમાં તબાહી મચાવી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં ઉત્તરપૂર્વમાં મણિપુર, મિઝોરમ, આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરામાં સતત ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરમાં ૧૯ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૧૨,૦૦૦થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. આ રાજ્યોમાં મકાનો તૂટી પડવાથી મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા છે. હવામાન વિભાગે તમામ રાજ્યો માટે ચેતવણી જાહેર કરી છે

