ટ્રેન મુંબઈથી શરૂ થઈ હતી અને મહારાષ્ટ્રના નાસિક રોડ સ્ટેશન પાસે પહોંચી હતી. આ દરમિયાન ગોદાન (મુંબઈ એલટીટી-ગોરખપુર) એક્સપ્રેસના છેડે લગેજ બોગીમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
પ્રતીકાત્મક તસવીર
Godan Express: મુંબઈથી ગોરખપુર જઈ રહેલી ગોદાન એક્સપ્રેસમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેન મુંબઈથી શરૂ થઈ હતી અને મહારાષ્ટ્રના નાસિક રોડ સ્ટેશન પાસે પહોંચી હતી. આ દરમિયાન ગોદાન (મુંબઈ એલટીટી-ગોરખપુર) એક્સપ્રેસના છેડે લગેજ બોગીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતાં જ સાવચેતીના ભાગરૂપે ટ્રેનના બાકીના ભાગને લગેજના ડબ્બાથી અલગ કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બપોરે 3 વાગ્યે બની હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી મળી નથી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવ્યો છે.
અકસ્માતમાં તમામ સુરક્ષિત
ADVERTISEMENT
ગોદાન એક્સપ્રેસ મુંબઈ અને ગોરખપુર વચ્ચે દોડે છે. હોળીના કારણે આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા છે. દરમિયાન આગના સમાચાર મળતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. સદ્ભાગ્યની વાત છે કે કોઈ પેસેન્જર બોગીમાં આગ લાગી ન હતી અને આ દુર્ઘટનામાં તમામ સુરક્ષિત હોવાનું કહેવાય છે. જો પેસેન્જરની બોગીમાં આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. રેલવે અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો અને રેલવે કર્મચારીઓ પણ રાહત કાર્યમાં લાગી ગયા હતા.
આ પહેલા પણ આ અકસ્માત થયો છે
આ પહેલા તાજેતરમાં રાજસ્થાનના અજમેરમાં મદાર રેલવે સ્ટેશન પાસે એક મોટો અકસ્માત થયો હતો. અહીં સાબરમતીથી અજમેર થઈને આગ્રા કેન્ટ જતી સાબરમતી-આગ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર 12548ના એન્જિન સાથે ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન દુર્ઘટના બાદ રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. રેલવેએ આ રૂટ પર દોડતી 6 ટ્રેનો રદ કરી છે અને બે ટ્રેનોના રૂટમાં ફેરફાર કર્યો છે.
નોંધનીય છે કે અવારનવાર થાણેમાંથી આગ (Thane Fire) લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર થાણેના મુંબ્રાના શિવાજી નગર વિસ્તારમાં આવેલી અમન હાઇટ્સ ઇમારતના ઇલેક્ટ્રિક મીટર રૂમમાં મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા આ આગમાં કુલ 109 જેટલા વીજ મીટર બળીને ખાખ થઈ ગયા હતા. રાત્રે સુમારે 2.30 કલાકે મહામહેનતે આગને કાબુમાં લેવામાં આવી હતી. જોકે, આ આગ કયા કારણોસર લાગી તે બાબતે હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી.


