ગઈ કાલે હનમકોંડા જિલ્લામાં ૨૦૦ કૂતરાની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ ઍનિમલ વેલ્ફેર ગ્રુપોએ લગાવ્યો છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
તેલંગણમાં ૨૦૨૫ના ડિસેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં ૧૧૦૦ જેટલા રખડતા કૂતરાઓની સામૂહિક હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ગઈ કાલે હનમકોંડા જિલ્લામાં ૨૦૦ કૂતરાની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ ઍનિમલ વેલ્ફેર ગ્રુપોએ લગાવ્યો છે. સ્ટ્રે ઍનિમલ ફાઉન્ડેશનના ક્રુઅલ્ટી પ્રિવેન્શન મૅનેજર એ. ગૌતમે આરોપ લગાવ્યો હતો કે શ્યામપેટના પાથીપાકા ગામમાં ગ્રામપંચાયતના સેક્રેટરીના ઇશારે કૂતરાઓને ટૉક્સિક ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવ્યા હતા અને એમને દાટી દેવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં પોલીસે જણાવ્યું હતું કે બે મહિલા ગ્રામપંચાયત સરપંચ સહિત ૯ લોકો સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે.
આ પહેલાં જગતિયાલ જિલ્લામાં એક ખાડામાંથી લગભગ ૩૦૦ કૂતરાના મૃતદેહ મળી આવ્યા હતા. આ સિવાય હૈદરાબાદથી ૨૦૦ કિલોમીટર દૂર પેગડાપલ્લીમાં ૨૦૦ કૂતરાની હત્યા ગામના સરપંચના આદેશ પર થઈ હતી.


