ટીએમસી અને ભાજપ નેતાઓ વચ્ચે અનેક મુદ્દે મતભેદ જોવા મળી રહ્યા છે. ઇડીની કાર્યવાહીને લઈને પણ ટીએમસી નેતા કેન્દ્ર સરકારને ઘેરતી જોવા મળે છે.

તસવીર સૌજન્ય મિડ-ડે
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરી શકે છે. મમતા બેનર્જી ચાર દિવસના પ્રવાસે દિલ્હી આવ્યા છે. તાજેતરમાં ટીએમસી અને ભાજપ નેતાઓ વચ્ચે અનેક મુદ્દે મતભેદ જોવા મળી રહ્યા છે. ઇડીની કાર્યવાહીને લઈને પણ ટીએમસી નેતા કેન્દ્ર સરકારને ઘેરતી જોવા મળે છે.
ટીએમસી નેતા ભાજપ સરકારને મોંઘવારી, જીએસટી જેવા અન્ય મુદ્દાને લઈને સતત નિશાન બનાવે છે. એવામાં આશા દર્શાવવામાં આવી રહી છે કે મમતા બેનર્જી આ મુદ્દે પણ પીએમ મોદી સાથે ચર્ચા કરી શકે છે.
મમતા બેનર્જી 7 ઑગસ્ટના નીતિ આયોગની બેઠકમાં સામેલ થશે. પીએમ મોદી 7 ઑગસ્ટના નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં કૃષિ, સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દે ચર્ચા કરશે.
Delhi | West Bengal CM Mamata Banerjee leaves for PM`s residence pic.twitter.com/NHlZu2afCy
— ANI (@ANI) August 5, 2022
આ પહેલા મમતા બેનર્જીએ પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન આજે પાર્ટીના સાંસદો સાથે મહત્વની બેઠક કરી હતી. તૃણમૂલ કૉંગ્રેસ તરફથી મૂકાયેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે બેઠકમાં સંસદાના સત્ર, વર્ષ 2024ના સામાન્ય ચૂંટણીની રણનીતિ અને વિભિન્ન મુદ્દે વિચાર-વિમર્શ થયો હતો. આ દરમિયાન આગામી દિવસો માટે ગતિવિધિઓની રુપરેખા નક્કી કરવામાં આવી.