એમાં સવાર ત્રણ મહિલાઓ અને ડ્રાઇવરને સુરક્ષિત બચાવી લેવાયાં
ગુપ્તકાશી પાસે આ કાર ૫૦ મીટર ખાઈમાં પડી હતી
ઉત્તરાખંડના કેદારનાથ નૅશનલ હાઇવે પર ગુપ્તકાશી પાસે એક કાર નિયંત્રિત થઈને ખાઈમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં વાહનચાલક અને એમાં સવાર ત્રણેય મહિલાઓ બાલ-બાલ બચી ગઈ હતી. આ ઘટના દેવીધાન જુરાની પાસેના નાળામાં થઈ હતી. ગુપ્તકાશી પાસે આ કાર ૫૦ મીટર ખાઈમાં પડી હતી. જોકે ૫૦ મીટર ઊંડે જઈને કાર અટકી ગઈ હતી. સ્થાનિક પોલીસે તાત્કાલિક બચાવકાર્ય આરંભીને એમાં સવાર મહિલાઓ અને ડ્રાઇવરને બચાવી લીધાં હતાં અને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં.
ચાલતી બસની નીચે બાઇક ઘૂસી જતાં આગ ભભૂકી
ADVERTISEMENT

ઉત્તરાખંડના નૈનીતાલ પાસે હલ્દવાનીમાં રવિવારે એક બસ અને બાઇક વચ્ચે ટક્કર થઈ ગઈ. ટક્કર એટલી ભીષણ હતી કે બાઇક સીધી બસની નીચે જઈને ઘૂસી ગઈ હતી. એને કારણે બસમાં સ્પાર્ક થયો હતો અને એમાં આગ ફેલાઈ ગઈ હતી. આગ વિકરાળ સ્વરૂપ લે એ પહેલાં તમામ મુસાફરોને બસની બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી.
