Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાયનું ૮૩ વર્ષે નિધન

દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાયનું ૮૩ વર્ષે નિધન

Published : 27 April, 2026 08:37 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભોપાલ ગૅસકાંડનો હૃદયદ્રાવક ચિતાર આપતી તસવીરો ખેંચનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાયનું ૮૩ વર્ષે નિધન

દિગ્ગજ ફોટો-જર્નલિસ્ટ રઘુ રાયને અંતિમ વિદાય આપતી વખતે તેમના પાર્થિવ દેહ પર એક કૅમેરા અને રોલ મૂકવામાં આવ્યા હતા

દિગ્ગજ ફોટો-જર્નલિસ્ટ રઘુ રાયને અંતિમ વિદાય આપતી વખતે તેમના પાર્થિવ દેહ પર એક કૅમેરા અને રોલ મૂકવામાં આવ્યા હતા


ભારતના જાણીતા ફોટોગ્રાફર અને દુનિયાના પ્રતિષ્ઠિત ફોટો-જર્નલિસ્ટોમાં જેની ગણના થાય છે એવા રઘુ રાયનું ગઈ કાલે ૮૩ વર્ષની વયે નિધન થયું હતું. ગઈ કાલે સાંજે ૪ વાગ્યે તેમના પાર્થિવ દેહના દિલ્હીના લોધી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રઘુ રાયને ભારતીય ફોટોગ્રાફી અને ફોટો-જર્નલિઝમના જનક માનવામાં આવતા હતા. તેમણે પાંચ દાયકાથી વધુ સમય દેશ અને દુનિયાની મહત્ત્વપૂર્ણ ઘટનાઓને પોતાના કૅમેરામાં કેદ કરી હતી. તેમણે લીધેલી તસવીરો માત્ર ફોટોગ્રાફ્સ જ નહીં, ઇતિહાસનો જીવંત દસ્તાવેજ મનાતી હતી. તેમણે લીધેલી સૌથી વધુ ચર્ચિત તસવીરોમાંની એક છે ભોપાલ ગૅસકાંડ પછીની તસવીર જેમાં એક માસૂમ બાળકનું નિર્જીવ શરીર છે. આ ફોટોએ પૂરી દુનિયાનું ધ્યાન આ ગૅસકાંડ તરફ ધ્યાન ખેંચ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 08:37 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK