૨૬ ફેબ્રુઆરીએ નિર્ધારિત તિથિ પર મહાકુંભનું સમાપન થશે, ત્યાં સુધી જે ભાવિકો આવશે તેમના સુગમ આવાગમન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.’
કુંભ મેળો
આજકાલ સોશ્યલ મીડિયામાં એવી અફવા ફેલાઈ છે કે પ્રયાગરાજમાં મહાકુંભમાં ભારે ભીડ થતી હોવાથી ઉત્તર પ્રદેશ સરકાર, મેળા પ્રશાસન અને જિલ્લા પ્રશાસને મેળાને એક્સ્ટેન્ડ કરીને માર્ચ સુધી લંબાવી દીધો છે, પણ પ્રયાગરાજના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ રવીન્દ્ર માંદડે આવી અફવાઓને ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટરૂપે કહ્યું છે કે ‘આ માત્ર અફવા છે. મહાકુંભના મેળાનું જે શેડ્યુલ બહાર પાડવામાં આવે છે એ મુહૂર્ત મુજબ હોય છે અને એ પહેલેથી જ નક્કી હોય છે. ૨૬ ફેબ્રુઆરીએ નિર્ધારિત તિથિ પર મહાકુંભનું સમાપન થશે, ત્યાં સુધી જે ભાવિકો આવશે તેમના સુગમ આવાગમન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.’

