જાણો કોણ છે એ વ્યક્તિ, જેના લીધે આપણને મળે છે રવિવારની રજા, વાંચો
નારાયણ મેઘાજી લોખંડે
છેલ્લા ઘણા વર્ષોથી આપણને રવિવારની રજા મળતી આવી છે, કોઈને ખબર છે, કે આપણને કેમ રવિવારની રજા મળે છે? આપણને રવિવારનો દિવસ રજાનો દિવસ હોય છે. એક અઠવાડિયા સુધી કામ કર્યા પછી, લોકોને આ દિવસે આરામ કરવો પસંદ છે. રવિવારે લોકો મિત્રો સાથે ગપશપ અને પાર્ટીનું આયોજન કરે છે. સાથે જ એક નવા સપ્તાહ માટે તૈયારી પણ કરે છે. ઑફિસમાં કામ કરનારા લોકો હંમેશા રવિવારની રાહ જોતા હોય છે, પરંતુ આજે અમે તમને જણાવીશું કે રવિવારે ભારતમાં રજા ક્યારે શરૂ થઈ? આની પાછળ કોણ છે.

ADVERTISEMENT
તેની પાછળનો ઇતિહાસ જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકોની સખત લડત અને સંઘર્ષ પછી જ આ શક્ય બન્યું છે. રવિવારના દિવસે લોકો તેમના ઘેર બેસીને આરામ કરે છે. એનો તમામ શ્રેય નારાયણ મેઘાજી લોખંડેને જાય છે. ચાલો તમને તેની પાછળની વાર્તા જણાવીએ. તે સમયે ભારત પર બ્રિટીશ શાસકોનું શાસન હતું. લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા હતા. તે સમયે કોઈ પણ મજદૂરને રજા આપવામાં આવી ન હતી. સપ્તાહના સાત દિવસ સુધી બધાને કામ કરવું પડતું હતું.
તે સમયે નારાયણ મેઘાજી લોખંડે કામદારોના નેતા હતા. કામદારોની હાલત જોઈને તેમણે બ્રિટિશ સરકારને આ વિશે માહિતી આપી. આ સાથે તેમને એક અઠવાડિયામાં એક દિવસની રજા આપવાની પણ વાત કરવામાં આવી હતી પરંતુ બ્રિટિશ સરકાર દ્વારા તેમની વિનંતીને નકારી દેવામાં આવી હતી.
લોખંડજીને આ બિલકુલ પસંદ નહીં આવ્યું. તેણે તમામ કામદારોને સાથે રાખ્યા અને તેનો સખત વિરોધ કર્યો. તેમણે સરકારની આ કડકતા સામે અવાજ ઉઠાવ્યો. તેનો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો હતો. તેઓએ કામદારોને તેમના હક મેળવવા માટે ઘણું બધુ કર્યું. તેના જોરદાર પ્રયાસો બાદ એક દિવસની રજાની જોગવાઈ પસાર થઈ.
બ્રિટિશ સરકારે 10 જૂન વર્ષ 1890ના રોજ આદેશ રજૂ કર્યો કે સપ્તાહમાં એક દિવસની બધાને રજા આપવામાં આવે અને એ દિવસે બધાની ફરજિયાત રજા રહેશે. બાદ રવિવારની રજા લેવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે જ દરરોજ બપોરને સમયે અડધા કલાકનો આરામ પણ આપવાનો નિર્ણય લેવાયો હતો, જેને આજે આપણે લંચ બ્રેક કહીએ છીએ.


