Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > BMW, જમીન અને સોનાની માંગ... કેરળમાં દહેજના ભારણમાં ડૉકટર મહિલાએ કરી આત્મહત્યા

BMW, જમીન અને સોનાની માંગ... કેરળમાં દહેજના ભારણમાં ડૉકટર મહિલાએ કરી આત્મહત્યા

07 December, 2023 02:53 PM IST | Kerala
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેરળના મહિલા ડોક્ટરની આત્મહત્યાના મામલામાં મોટો ખુલાસો થયો છે. દહેજ આપવવા માટે સમર્થ ન હોવાથી પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી હતી. પ્રેમી તરફથી કાર, સોનું અને જમીનની માંગણી કરવામાં આવી હતી.

આત્મહત્યા પ્રતિકાત્મક તસવીર

આત્મહત્યા પ્રતિકાત્મક તસવીર


કેરળના તિરુવનંતપુરમમાં મહિલા ડોક્ટરની આત્મહત્યાના મામલામાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું કે 26 વર્ષીય તબીબે દહેજ ન ચૂકવવાના કારણે જીવનનો અંત આણ્યો હતો. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ સિવાય મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામકને તિરુવનંતપુરમ મેડિકલ કોલેજના એક પુરૂષ ડૉક્ટર સામે દહેજ ઉત્પીડનના આરોપો પર તપાસ રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


મૃતક ડૉક્ટરનું નામ શહાના હતું. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, શહાના તિરુવનંતપુરમ મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં પીજી સ્ટુડન્ટ હતી. પોલીસે જણાવ્યું કે શહાના મંગળવારે સવારે મેડિકલ કોલેજ પાસેના તેના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી.



શું છે મામલો?


ઉલ્લેખનીય છે કે શહાના અને તેનો પ્રેમી એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ અચાનક તેના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી. લગ્ન રદ થવાથી દુઃખી થઈને શહાનાએ આત્મહત્યા કરી લીધી.

BMW, જમીન અને સોનાની માંગ


શહાનાના પરિવારે તેના પ્રેમી પર દહેજ માંગવાનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર તેની પાસેથી સોનું, જમીન અને BMW કારની માંગણી કરવામાં આવી હતી. દહેજની માંગ પૂરી કરવામાં અસમર્થ હોવાની ખબર પડતાં તેમણે શહાના સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો. તમને જણાવી દઈએ કે આરોપી ડૉક્ટર મેડિકલ પીજી ડોક્ટર્સ એસોસિએશનનો પ્રતિનિધિ હતી. જો કે સૂત્રોએ જણાવ્યું હતું કે ડૉક્ટર પરના આરોપો બાદ તેમને સંસ્થાની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

મહિલા આયોગના ચેરપર્સન શહાનાના પરિવારને મળ્યા હતા

બીજી તરફ, કેરળ મહિલા આયોગના અધ્યક્ષ સાથી દેવી અને પેનલના અન્ય સભ્યો બુધવારે શહાનાના પરિવારને મળ્યા હતા. સતીદેવીએ આ મામલે તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે પંચ આ કેસમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે પોલીસ પાસેથી રિપોર્ટ માંગશે.

અમદાવાદમાં પણ આત્મહત્યાની ઘટના

વલસાડમાં ફરજ બજાવતા અને અમદાવાદમાં રહેતા આઇપીએસનાં પત્નીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. સુરત લગ્નપ્રસંગમાંથી અમદાવાદ પાછા ફર્યા બાદ રાતે કોઈ અગમ્ય કારણસર મહિલાએ જીવન ટૂંકાવ્યું હતું. આઇપીએસ રાજન સુસરાએ સવારે પત્નીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈને પોલીસને જાણ કરી હતી. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઇડ-નોટ નથી કે હાલ કોઈ રીઝન જાણવા મળ્યું નથી.

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2023 02:53 PM IST | Kerala | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK