Kerala Crime: એક મહિલા પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે માર્ચ 2018થી સપ્ટેમ્બર 2019 દરમિયાન તેની સાત વર્ષની પુત્રીનું તેના બોયફ્રેન્ડ પાસે યૌન શોષણ કરાવ્યું હતું.
બળજબરીની પ્રતીકાત્મક તસવીર
કેરળની વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટે સોમવારે એક મહિલાને ચાલીસ વર્ષની જેલની સજા (Kerala Crime) ફટકારી છે. આ મહિલા પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે માર્ચ 2018થી સપ્ટેમ્બર 2019 દરમિયાન તેની સાત વર્ષની પુત્રીનું તેના બોયફ્રેન્ડ પાસે યૌન શોષણ કરાવ્યું હતું. તેટલું જ નહીં આ મહિલા પર 20,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કેરળ (Kerala Crime)ના તિરુવનંતપુરમના ફાસ્ટટ્રેક વિશેષ ન્યાયાધીશ આર રેખાએ આ નિર્ણય સંભળાવ્યો છે.
જોકે, આરોપી માતાએ માત્ર 20 વર્ષની જેલની સજા ભોગવવી પડશે, એમ જાણવા મળી રહ્યું છે. આ સાથે જ મળતી માહિતી અનુસાર બંને સજા એકસાથે ભોગવવી પડશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મામલો (Kerala Crime) એકલી માતા વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. કારણ કે મુખ્ય આરોપી અને મહિલાના પ્રેમી શિશુપાલને ટ્રાયલ દરમિયાન આત્મહત્યા કરી લીધી હતી.
ADVERTISEMENT
તે ઉપરાંત આરોપી મહિલાને સજા સંભળાવતા કોર્ટે કહ્યું હતું કે નાબાલિક પીડિતાનું બાળપણ તેની માતાના કારણે બરબાદ થઈ ગયું છે. તેમણે કહ્યું કે જે બાળકે સુખી જીવન ભોગવવું જીવવું જોઈતું હતું તે આરોપીઓના કૃત્યને કારણે યૌન શોષણનો શિકાર બની હતી. જેને કારણે તેનું ભવિષ્ય બરબાદ થયું છે.
કેમ પીડિતાની માતાએ આ મામલાની કોઈ ફરીયાદ ન કરી હતી?
બાળકીની માતાને આ બનાવની જાણ હતી કે તેનો બોયફ્રેન્ડ તેની પુત્રી પર અત્યાચાર (Kerala Crime) કરી રહ્યો છે. એટલું જ નહીં યુવતીને માર પણ મારવામાં આવી રહ્યો છે. પરંતુ આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે છોકરી તેની મોટી બહેન સાથે ભાગીને તેની દાદી પાસે પહોંચી. ત્યારબાદ તેણે તેની સાથે બનેલી ઘટના વિશે તેની દાદીને જણાવ્યું હતું.
વાતચીત દરમિયાન જ્યારે દાદીને બંને બહેનોની દુર્દશાની જાણ થઈ ત્યારે તેણે તેની પૌત્રીની માતાના બોયફ્રેન્ડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યારે ટ્રાયલ શરૂ થઈ ત્યારે કથિત બળાત્કારીએ આત્મહત્યા કરી હતી, તેથી કોર્ટે માતાને 40 વર્ષની જેલની સજા ફટકારી છે.
આ સાથે જ પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી મહિલા તેના બીમાર પતિને છોડીને અન્ય બે પ્રેમીઓ સાથે રહેતી હતી. એટલું જ નહીં મહિલાના પહેલા પ્રેમીએ માસૂમ બાળકી પર બળાત્કાર (Kerala Crime) કર્યો હતો. જ્યારે અન્ય પ્રેમીએ આ ઘટનાને અંજામ આપવામાં મદદ કરી હતી.
કોર્ટે સંભળાવી છે આ આકરી સજા
આરોપી માતાને 40 વર્ષની જેલની સજા અને 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ પીડિતાની માતા આ ઘટના વિશે બધું જ જાણતી હતી, પરંતુ તેણે તેની પુત્રી સાથે કરવામાં આવેલી આ ક્રૂરતા (Kerala Crime)નો વિરોધ કર્યો ન હતો.

