સ્નો પાર્ક સહિતના અમ્યુઝમેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ જેવી ઍક્ટિવિટી માટે અટલ બ્રિજના છેડે ૪૬ હજાર ચોરસ મીટર પ્લૉટમાં વર્લ્ડ-ક્લાસ સુવિધા ઊભી કરવા કવાયત હાથ ધરાઈ
ફાઇલ તસવીર
અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સહેલાણીઓ માટે હરવાફરવાનું મનપસંદ સ્થળ બની રહ્યું છે ત્યારે તેમના માટે અહીં વધુ એક નજરાણું ઊભું કરાશે. સ્નો પાર્ક સહિતના અમ્યુઝમેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ જેવી ઍક્ટિવિટી માટે અટલ બ્રિજના છેડે ૪૬ હજાર ચોરસ મીટર પ્લૉટમાં વર્લ્ડ-ક્લાસ સુવિધા ઊભી કરવા માટે કવાયત હાથ ધરાઈ છે.
અટલ બ્રિજની પૂર્વ તરફની બાજુએ સ્નો પાર્ક ઉપરાંત રોલર કોસ્ટર રાઇડ, સિમ્યુલેટર રાઇડ સહિતની વિવિધ ગેમ્સ, ઍડ્વેન્ચર ઝોન, કિડ્સ ઝોન, સૉફ્ટ પ્લે એરિયા ડેવલપ કરાશે. આ સમગ્ર પાર્કને રેક્રીએશન ઍન્ડ કલ્ચરલ હબ તરીકે ઊભો કરાશે.અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશના ઑફિસર આઇ. કે. પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘અમે અમ્યુઝમેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ જેવી ઍક્ટિવિટી લાવવા વિચારી રહ્યા હતા. એટલે અટલ બ્રિજના પૂર્વના છેડે ૪૬ હજાર ચોરસ મીટર જમીનનો પ્લૉટ નક્કી કરાયો છે. અહીં વર્લ્ડ-ક્લાસ એન્ટરટેઇનમેન્ટ અને અમ્યુઝમેન્ટન સુવિધા ઊભી કરવા ટેન્ડર બહાર પડાયું છે.’

