૧૯ જૂન સુધી જુડિશ્યલ કસ્ટડી લંબાવી
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
દિલ્હી લિકર પૉલિસી સાથે સંકળાયેલા મની લૉન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે હેલ્થ ગ્રાઉન્ડ પર માગેલી જામીનની અરજી કોર્ટે ગઈ કાલે ફગાવી દીધી હતી. અરવિંદ કેજરીવાલે તબિયતનાં કારણોસર દાખલ કરેલી સાત દિવસના વચગાળાના જામીન માટેની અરજી અમાન્ય રાખીને કોર્ટે તેમની જુડિશ્યલ કસ્ટડી ૧૯ જૂન સુધી લંબાવી હતી. કેજરીવાલની તમામ આવશ્યક મેડિકલ ટેસ્ટ હાથ ધરવા કોર્ટે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો હતો.
અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ જણાવ્યું હતં કે ‘તેઓ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ચૂંટણીપ્રચાર પૂરો કર્યા બાદ સરેન્ડર કરવાના સમયે તેમની તબિયત ખરાબ થઈ છે.’