દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે ઉત્તરાખંડના પ્રસિદ્ધ શ્રી કેદારનાથ ધામને ૧૮થી ૨૦ ક્વિન્ટલ રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું
દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે ઉત્તરાખંડના પ્રસિદ્ધ શ્રી કેદારનાથ ધામને ૧૮થી ૨૦ ક્વિન્ટલ રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું
દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે ઉત્તરાખંડના પ્રસિદ્ધ શ્રી કેદારનાથ ધામને ૧૮થી ૨૦ ક્વિન્ટલ રંગબેરંગી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ અને સ્થાનિક પ્રશાસનની દેખરેખ હેઠળ મંદિર પરિસર અને બાબા કેદારના ગર્ભગૃહને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. પ્રવેશદ્વારની બરાબર ઉપર ફૂલોથી `જય શ્રી કેદાર` અને `ૐ` ની આકૃતિ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી હતી. વર્ષોજૂની પરંપરા મુજબ દિવાળીના દિવસે જ ક્ષેત્રપાળ ભગવાન ભૈરવનાથના કપાટ શિયાળાની ઋતુ માટે વિધિવત રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા. આ સાથે જ કેદારનાથ ધામના કપાટ બંધ થવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. હવે શિયાળા માટે મુખ્ય મંદિરના કપાટ પણ આવતી ૧૧ નવેમ્બરે ભક્તો માટે બંધ કરી દેવામાં આવશે.
બદરીનાથ ધામની ટેકરીઓ પર ભીષણ આગ, ૩ દિવસમાં બીજી ઘટનાથી વનવિભાગમાં દોડધામ
ઉત્તરાખંડના પ્રસિદ્ધ તીર્થસ્થળ બદરીનાથ ધામમાં શનિવારે રાત્રે અચાનક ટેકરીઓ પર ભીષણ આગ ભભૂકી ઊઠતાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે એની જ્વાળાઓ બે કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતી હતી. થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા.
માહિતી મળતાં જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, પરંતુ ઊભી ખડકાળ ટેકરીઓ અને દુર્ગમ રસ્તાઓને કારણે આગ ઓલવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય છે કે બદરીનાથ ધામમાં છેલ્લા ૩ દિવસમાં આગ લાગવાની આ બીજી ઘટના છે. અગાઉ માતા મૂર્તિ મંદિર પાસેની ટેકરી પર આગ લાગી હતી.
ADVERTISEMENT
જંગલમાં આગ: કુલ ૬૫૭ ઘટના
વનવિભાગના આંકડા મુજબ ૮ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં ઉત્તરાખંડમાં જંગલમાં આગ લાગવાની કુલ ૬૫૭ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી ૨૨૧ ઘટનાઓ માત્ર ચમોલી જિલ્લામાં જ બની હતી જ્યાં બદરીનાથ આવેલું છે. નવેમ્બર મહિનામાં સૂકું વાતાવરણ હોવાથી ઘાસ અને ઝાડીઓ ઝડપથી આગ પકડી લે છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિની બેરદકારીથી પણ આગ લાગી હોવાની આશંકા છે. વનવિભાગની ટીમ આગ ઓલવવા અને જંગલની સંપત્તિને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે.
