સંરક્ષણ મંત્રાલયના સેક્રેટરીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું
શહીદ થયેલા આર્મીના જવાનો
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં ૮ જુલાઈએ થયેલા આતંકવાદી હુમલામાં આર્મીના પાંચ જવાનો શહીદ થયા છે અને આ મુદ્દે સંરક્ષણ સેક્રેટરી ગિરિધર અરામાનેએ આતંકવાદીઓને સખત સંદેશમાં જણાવ્યું છે કે આ શહાદતનો બદલો લેવામાં આવશે. તેમણે એક શોક-સંદેશમાં શહીદ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
સંરક્ષણ મંત્રાલયના સેક્રેટરીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘હું કઠુઆના બદનોટામાં થયેલા આતંકવાદી હુમલામાં પાંચ બહાદુર જવાનોનાં મોતથી ઊંડું દુઃખ વ્યક્ત કરું છું અને શોકમાં ડૂબેલા પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. રાષ્ટ્ર પ્રત્યે તેમની નિઃસ્વાર્થ સેવાને હંમેશાં યાદ રાખવામાં આવશે અને તેમનાં બલિદાનનો બદલો લેવામાં આવશે. ભારત આ હુમલા પાછળની દુષ્ટ તાકાતોને હરાવશે.’

