Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પરિવારના ઝઘડામાં કાનપુરવાસીએ ફાયરિંગ કરી હંગામો મચાવ્યો

પરિવારના ઝઘડામાં કાનપુરવાસીએ ફાયરિંગ કરી હંગામો મચાવ્યો

20 June, 2022 08:22 AM IST | Kanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કેસમાં પોલીસે ખૂબ જ સમજદારી દાખવીને સૌથી પહેલાં આ વૃદ્ધનો વિશ્વાસ જીત્યો હતો અને એ પછી તેમની ધરપકડ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કાનપુરના શ્યામ નગરમાં ગઈ કાલે પારિવારિક ઝઘડામાં ગુસ્સે ભરાયેલા એક વૃદ્ધે ભારે હંગામો મચાવ્યો હતો. તેમણે પોતાના પરિવારના સભ્યોને માર માર્યો હતો અને તેમને એક રૂમમાં પૂરી દીધા હતા. તેમણે પોતાના પરિવારજનોને સળગાવવાની પણ ધમકી આપી હતી.

આ પરિવારમાંથી એક જણે પોલીસને કૉલ કર્યો હતો. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. જોકે પોલીસને જોઈને વધુ ઉશ્કેરાઈ ગયેલા આ વૃદ્ધે પોતાની ડબલ બેરલ બંદૂકથી પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું, જેમાં ત્રણ પોલીસને ઈજા થઈ હતી.



આરકે દુબે નામના આ વૃદ્ધની તેમની પુત્રવધૂની સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને એટલે તેઓ રોષે ભરાયા હતા. આ કેસમાં પોલીસે ખૂબ જ સમજદારી દાખવીને સૌથી પહેલાં આ વૃદ્ધનો વિશ્વાસ જીત્યો હતો અને એ પછી તેમની ધરપકડ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 08:22 AM IST | Kanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK