અગાઉની સરકારો દિલ્હી સાથે સંબંધ રાખવામાં ઊણી ઊતરતી હતી પરિણામે દિલ કી દૂરી વધી ગઈ હતી, પણ ઉમર અબદુલ્લાએ આ દિશામાં સારું કામ કર્યું છે
ગઈ કાલે જમ્મુ જિલ્લાના અખનૂરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ.
જમ્મુના અખનૂર સેક્ટરમાં ટાંડા આર્ટિલરી બ્રિગેડના એક કાર્યક્રમમાં બોલતાં કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર વિના જમ્મુ અને કાશ્મીર અપૂર્ણ છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉમર અબદુલ્લાએ દિલ્હી અને જમ્મુ અને કાશ્મીરના લોકોનાં દિલોના અંતરને ઓછું કરવા માટે સારા પ્રયાસો કર્યા છે. અગાઉની સરકારો દિલ્હી સાથે સંબંધ રાખવામાં ઊણી ઊતરતી હતી પરિણામે દિલ કી દૂરી વધી ગઈ હતી, પણ ઉમર અબદુલ્લાએ આ દિશામાં સારું કામ કર્યું છે. એના માટે તેઓ અભિનંદનને પાત્ર છે.’

