ઑપરેશન સિંદૂર ત્યારે રોકવામાં આવ્યું જ્યારે પાકિસ્તાનના DGMOએ એને રોકવા માટેની વિનંતી કરી હતી. બન્ને વચ્ચે અમેરિકાની મધ્યસ્થતાનો કોઈ સવાલ જ નથી.
એસ. જયશંકર
પાકિસ્તાનને ઑપરેશન સિંદૂરની માહિતી ક્યારે આપવામાં આવી એને લઈને વિદેશપ્રધાન એસ. જયશંકરે સોમવારે મોટું નિવેદન આપ્યું હતું. સંસદીય સમિતિને તેમણે જણાવ્યું હતું કે ‘ભારતના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO)એ પાકિસ્તાનને તેમના વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાંઓ પર હવાઈ હુમલા કર્યા બાદ તેમને માહિતી આપવામાં આવી હતી. ભારત તરફથી ઑપરેશન સિંદૂર શરૂ થયાના ૩૦ મિનિટ બાદ ઇસ્લામાબાદને અલર્ટ કરાયું હતું. આ ઑપરેશનમાં પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં ૯ આતંકવાદી શિબિરોને નિશાન બનાવવામાં આવી હતી. આ ઑપરેશન ૭ મેની રાત્રે પાર પડાયું હતું. ઑપરેશન સિંદૂર ત્યારે રોકવામાં આવ્યું જ્યારે પાકિસ્તાનના DGMOએ એને રોકવા માટેની વિનંતી કરી હતી. બન્ને વચ્ચે અમેરિકાની મધ્યસ્થતાનો કોઈ સવાલ જ નથી.’


