PM Modi On WhatsApp: વૉટ્સએપ યૂઝર્સ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી માહિતી હવે તેમની વૉટ્સએપ ચેનલ પર હાંસલ કરી શકાશે.

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
PM Modi On WhatsApp: વૉટ્સએપ યૂઝર્સ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી માહિતી હવે તેમની વૉટ્સએપ ચેનલ પર હાંસલ કરી શકાશે.
PM Modi Joins WhatsApp Channel: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૉટ્સએપ ચેનલ જૉઈન કરી લીધી છે. સોશિયલ મેસેજિંગ એપમાં આ ફીચરને તાજેતરમાં જ રજૂ કરવામાં આવ્યું છે. વૉટ્સએપ ચેનલ એડમિનને ટેક્સ્ટ, ફોટો, વીડિયો, સ્ટિકર અને પોલને બ્રૉડકાસ્ટ કરવાની પરવાનગી આપે છે. નવા ફીચરની મદદથી યૂઝર્સ પોતાની ગમતી સેલિબ્રિટી ચેનલને ફૉલો કરી શકે છે.
જો કોઈ યૂઝર કોઈ ચેનલને ફૉલો કરે છે તો ચેનલના એડમિન અને અન્ય ફૉલોવર્સને તેમના ફોન નંબર નહીં દેખાય. આ સિવાય ચેનલના એડમિનને સ્ક્રીનશૉટ અને ફૉર્વર્ડને બ્લૉૉક કરવાનો વિકલ્પ પણ મળે છે.
પ્રધાનમંત્રી સાથે જોડાયેલી અપડેટ્સ મળશે તરત
વૉટ્સએપે પોતાની એપ્લિકેશનમાં આ ફીચરને તાજેતરમાં જ રજૂ કર્યું હતું. આના લૉન્ચના થોડાક દિવસ પછી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૉટ્સએપ ચેનલ સાથે જોડાયા છે. વૉટ્સએપ યૂઝર્સ હવે ચેનલ પર પણ વડાપ્રધાનની બધી અપડેટ હાંસલ કરી શકે છે.
પીએમ મોદીએ ચેનલની પહેલી પોસ્ટ
પીએમ મોદીએ પોતાની વૉટ્સએપ ચેનલની પહેલી પોસ્ટમાં કહ્યું, "વૉટ્સએપ કમ્યુનિટી સાથે જોડાઈને રોમાંચિત છું! આ અમારી સતત વાતચીતની યાત્રામાં એક ડગલું છે. જાણો આની સાથે જોડાઈ રહો! અહીં નવા સંસદ ભવનની એક તસવીર છે..."
શું છે વૉટ્સએપ ચેનલ?
ચેનલ એડમિન માટે ટેક્સ્ટ, ફોટો, વીડિયો, સ્ટિકર અને પોલ મોકલવા માટે વન-વે બ્રૉડકાસ્ટ ટૂલ છે. ચેનલ વૉટ્સએપ પર અપડેટ નામના નવા એક ટૅબમાં મળશે. અહીં તમને સ્ટેટસ અને તમે ફૉલો કરતાં હો એવી ચેનલ મળશે. આ પરિવાર, મિત્રો અને કમ્યુનિટી સાથે થનારી ચેટથી જૂદી છે.
અન્ય ફૉલોવર્સને નહીં દેખાય નંબર
કોઈ ચેનલને ફૉલો કરવાથી તમારો ફોન નંબર એડમિન અથવા અન્ય ફૉલોઅર્સને નહીં દેખાય. તમે કોને ફૉલો કરવાનો નિર્ણય લો છો આ તમારી ચૉઈસ છે અને તે પર્સનલ રહેશે. એડમિન પાસે પોતાની ચેનલમાંથી સ્ક્રીનશૉટ અને ફૉર્વર્ડને બ્લૉક કરવાનો વિકલ્પ પણ હશે.
ચેનલને સર્ચ કરી શકશે યૂઝર્સ
યૂઝર્સ કોઈપણ ચેનલને ફૉલો કરવા માટે તેને સર્ચ કરી શકે છે. આ ચેનલ યૂઝર્સના દેશના આધારે ઑટોમેટિકલી ફિલ્ટર કરવામાં આવે છે. આ સિવાય તમે એવી ચેનલ્સ પણ જોઈ શકો છો, જેના ફૉલોઅર્સની સંખ્યા ખૂબ જ વધારે હોય અથવા તે વધારે લોકપ્રિય છે.