Indigo Flight : ઈન્ડિગોની ફ્લાઈટમાં શનિવારના રોજ પટનામાં એક 27 વર્ષીય વ્યક્તિની કથિત રીતે ગેરવર્તણૂક સામે આવી હતી. આ વ્યક્તિએ પાગલ જેવું વર્તન કર્યું હતું. તેણે ચાલુ ફ્લાઈટ દરમ્યાન પોતાની જાતને ફ્લાઇટના વૉશરૂમમાં પૂરી દીધી હતી.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
અવારનવાર ચાલુ ફ્લાઇટમાં વિચિત્ર હરકતોની ઘટના સામે આવતી હોય છે. હવે એવી જ એક ઘટના અમદાવાદથી પટના જતી ઈન્ડિગો (Indigo Flight)ની ફ્લાઈટમાંથી સામે આવી છે. ઈન્ડિગોની ફ્લાઈટમાં શનિવારના રોજ પટનામાં એક 27 વર્ષીય વ્યક્તિની કથિત રીતે ગેરવર્તણૂક સામે આવી હતી. આ વ્યક્તિએ પાગલ જેવું વર્તન કર્યું હતું. આ વર્તન બદલ તેની ત્વરિત અટકાયત કરી લેવામાં આવી હતી.
અટકાયત કરાયેલ વ્યક્તિ એક એવી વ્યક્તિ છે જેને મોટેભાગે ‘ખાસ જરૂરીયાતો’ની અથવા તો ખાસ સંભાળની જરૂર રહે છે. ઓળખ એવી વ્યક્તિ તરીકે કરવામાં આવી છે કે જેને `ખાસ જરૂરિયાતો` છે. એટલે કે તેની સંભાળ રાખવા માટે કોઈએ હાજર રહેવું જરૂરી છે. આ ઘટના ભારતીય ફ્લાઇટ 6E 126માં બની હતી.
ADVERTISEMENT
બિહારની રાજધાની પટનામાં અટકાયત કરાયેલા વ્યક્તિની ઓળખ મોહમ્મદ કમર રિયાઝ તરીકે થઈ છે. આ વ્યક્તિએ પોતાની જાતને ઈન્ડિગો (Indigo Flight)ની ચાલુ ફ્લાઈટ દરમ્યાન ફ્લાઇટના વૉશરૂમમાં પૂરી દીધી હતી. ફ્લાઈટ પટનામાં લેન્ડ થતાં જ આ વ્યક્તિને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. પટના એરપોર્ટના એસએચઓ વિનોદ પીટરે જણાવ્યું કે, `એરલાઈન્સ દ્વારા ફ્લાઈટમાં હંગામો મચાવવા અને પાગલની જેમ વર્તન કરવા બદલ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.`
એસએચઓએ આ ઘટના બદલ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ દરમિયાન અટકાયત કરાયેલ વ્યક્તિના તબીબી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી અને તેના ભાઈનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેના આધારે જાણવા મળ્યું છે કે ફ્લાઈટમાં હંગામો મચાવનાર વ્યક્તિ કોઈ પ્રકારની માનસિક બીમારીથી પીડિત હતો. આરોપી વ્યક્તિ તેના ભાઈ સાથે અમદાવાદથી પટના આવી રહ્યો હતો. આ દરમિયાન તેણે ફ્લાઈટમાં હંગામો મચાવ્યો હતો.
રિયાઝ શનિવારે અમદાવાદ-પટનાની ઈન્ડિગો ફ્લાઈટ (Indigo Flight) નંબર 6E126માં પિતરાઈ ભાઈ સરફરાઝ સાથે સીટ નંબર 8B પર મુસાફરી કરી રહ્યો હતો. સરફરાઝનું કહેવું છે કે મુસાફરી પહેલા તેણે ફ્લાઈટ એટેન્ડન્ટને જાણ કરી હતી કે રિયાઝની માનસિક સ્થિતિ સારી નથી. પરંતુ તેને પરવાનગી મળી હતી. પરવાનગી મળ્યા બાદ તે પોતાના ભાઈ સાથે પટના આવી રહ્યો હતો. અહીં ફ્લાઈટમાં રિયાઝે વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું.
ઈન્ડિગો ફ્લાઈટ (Indigo Flight) પટના એરપોર્ટ પર પહોંચી કે તરત જ એર હોસ્ટેસની ફરિયાદ પર રિયાઝને રોકી દેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અમદાવાદથી પટના આવી રહેલી ફ્લાઈટમાં એક પેસેન્જરે એર હોસ્ટેસને અયોગ્ય રીતે સ્પર્શ કર્યાની ઘટના સામે આવી હતી.
પ્રાપ્ત અહેવાલ મુજબ રિયાઝ વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર છે. તે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાનો રહેવાસી છે. તેનો મોટો ભાઈ અમદાવાદમાં રહે છે, જ્યાંથી તે તેના ભાઈ સાથે પટના આવી રહ્યો હતો. રિયાઝનો ભાઈ રિયાઝની બીમારીની સારવાર માટે પટનામાં કરાવવા લઈ ગયો હતો. હાલમાં રિયાઝ પટનાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એસએચઓએ કહ્યું કે હાલમાં પોલીસ રિયાઝની દરેક ગતિવિધિ પર નજર રાખશે.

