એક કૅબિન ક્રૂ યુનિફૉર્મમાં આ દીકરી તૈયાર થતી હોય છે ત્યારે વહાલથી પિતા તેને ખવડાવે છે
Offbeat
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇન્ડિગો ઍરલાઇન્સની કૅબિન અટેન્ડન્ટ દ્વારા ઇન્ટાગ્રામ પર એક હૃદયદ્રાવક વિડિયો શૅર કરાયો છે, જેમાં તેનું સવારનું રૂટીન નિહાળી લોકો ભાવુક થઈ ગયા હતા. આ ભાવુક વિડિયોમાં પિતા અને દીકરી વચ્ચેના મમત્વની એક અદ્ભુત ક્ષણ બતાવવામાં આવી છે, જ્યારે એક કૅબિન ક્રૂ યુનિફૉર્મમાં આ દીકરી તૈયાર થતી હોય છે ત્યારે વહાલથી પિતા તેને ખવડાવે છે.
તેના પિતાનો સપોર્ટ દર્શાવવા પૂજા બિહાણી શર્માએ તેના ઇન્સ્ટા અકાઉન્ટ પર આ વિડિયો શૅર કર્યો છે, જેમાં તે મેકઅપ કરી રહી છે અને પિતા નાની બાળકીની જેમ તેની સંભાળ લઈ રહ્યા છે. વિડિયો સાથે પૂજા એક સુંદર સંદેશ પણ લખે છે, ‘પપ્પા યુ આર ધ બેસ્ટ. હું જાણું છું કે હું કહું એટલું પૂરતું નથી, માટે ફરીથી કહું છું. પપ્પા, આ બધું કરવા બદલ તમારો ખૂબ-ખૂબ આભાર. તમે જ્યાં હો ત્યાં જ મારું ઘર છે. આઇ લવ યુ પપ્પા.’