ગ્લોબલ રેટિંગ એજન્સીના અંદાજ મુજબ આવતા નાણાકીય વર્ષમાં ભારતની GDP ૬.૪ ટકાના દરે વધશે
દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં કરાર પર હસ્તાક્ષર દરમ્યાન સેશેલ્સના પ્રેસિડન્ટ અને નરેન્દ્ર મોદી.
ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે સોમવારે ભારતીય ઇકૉનૉમીને લઈને નવું અનુમાન જાહેર કર્યું છે. મૂડીઝના કહેવા મુજબ આવનારા નાણાકીય વર્ષ (૨૦૨૬-’૨૭)માં ભારતની GDP ૬.૪ ટકાના દરે વધી શકે છે. આ ગતિ દુનિયાની મુખ્ય અર્થવ્યવસ્થાઓવાળા G20 દેશોના ગ્રુપમાં સૌથી વધુ હશે. એજન્સીએ એની પાછળ મજબૂત ઘરેલુ ખપત, સરકારના નીતિગત નિર્ણયો અને દેશની સ્થિર બૅન્કિંગ સિસ્ટમને મહત્ત્વનું કારણ ગણાવ્યું હતું. મૂડીઝનું આ અનુમાન ભારત સરકાર અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના અનુમાનની સરખામણીમાં ઓછું છે.
ભારતે સેશેલ્સ દેશ માટે ખોલ્યો ખજાનો, ૧૫.૭ અબજ રૂપિયાના આર્થિક પૅકેજની કરી જાહેરાત
ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે સાથે મળીને હિન્દ મહાસાગરના ભવિષ્યને આકાર આપીશું
ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસ્ટ આફ્રિકાના ટાપુ દેશ સેશેલ્સના રાષ્ટ્રપતિ પૅટ્રિક હર્મિની સાથે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વિકાસ-કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. નરેન્દ્ર મોદીએ સેશેલ્સને ૧૫.૭ અબજ રૂપિયાનું આર્થિક પૅકેજ આપવાની જાહેરાત કરીને કહ્યું હતું કે ‘સમુદ્રી પાડોશીના રૂપમાં બ્લુ ઇકૉનૉમી આપણા માટે એક સ્વાભાવિક સહયોગનું ક્ષેત્ર છે. સમુદ્રી રિસર્ચ, ક્ષમતા-નિર્માણ, ડેટાની લેવલડદેડ કરીને હિન્દ મહાસાગર માટે એક સહિયારા ભવિષ્યને આકાર આપીશું. આ આર્થિક પૅકેજથી સોશ્યલ હાઉસિંગ, સ્વાસ્થ્ય, સુધારણા અને મૅરિટાઇમ સુરક્ષા જેવાં ક્ષેત્રોમાં બન્ને દેશો વચ્ચે સહયોગ થશે.’


