Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૦ વર્ષના કિશોરનો ભણવાનો ખર્ચ આર્મી ઉપાડશે

૧૦ વર્ષના કિશોરનો ભણવાનો ખર્ચ આર્મી ઉપાડશે

Published : 22 July, 2025 09:53 AM | IST | Punjab
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑપરેશન સિંદૂર વખતે જવાનોને દૂધ, લસ્સી અને ચા પીવડાવનારા

૧૦ વર્ષના બહાદુર કિશોર શ્રવણ સિંહ

૧૦ વર્ષના બહાદુર કિશોર શ્રવણ સિંહ


ભારતીય સેનાના ગોલ્ડન ઍરો ડિવિઝને જાહેરાત કરી છે કે પંજાબમાં ઑપરેશન સિંદૂર વખતે સરહદ પર તહેનાત સૈનિકોને દૂધ, લસ્સી, ચા અને બરફ પૂરો પાડનાર ૧૦ વર્ષના બહાદુર કિશોર શ્રવણ સિંહના શિક્ષણ માટે એ સંપૂર્ણ ભંડોળ પૂરું પાડશે. શ્રવણ સિંહ ભવિષ્યમાં આર્મીમાં જોડાવા માગે છે. ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર એક કિલોમીટર દૂર મામદોટ બ્લૉકના તારા વાલી ગામની એક સરકારી સ્કૂલમાં શ્રવણ ચોથા ધોરણમાં ભણે છે. આર્મીએ આ અગાઉ તેને સ્મૃતિચિહ‌્ન, ખાસ ભોજન અને તેની પ્રિય આઇસક્રીમ આપીને સન્માનિત કર્યો હતો. મે મહિનામાં ગરમીના દિવસોમાં સરહદી જિલ્લામાં ફિરોઝપુરમાં ઑપરેશન સિંદૂર વખતે તેણે સૈનિકોને નાસ્તો પૂરો પાડ્યો હતો. તેના પિતા સોના સિંહ સાથે તેણે ભારતીય સેનાના સૈનિકોને દૂધ, લસ્સી, પાણી અને આવશ્યક પુરવઠો પીરસીને મદદ કરી હતી. તે ઘણી વાર બહાદુરીથી હાઈ અલર્ટ ઝોનમાંથી પસાર થતો. શનિવારે સાંજે ફિરોઝપુર કૅન્ટૉનમેન્ટ ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં વેસ્ટર્ન કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, લેફ્ટનન્ટ જનરલ મનોજકુમાર કટિયારે શ્રવણ સિંહના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાના નિર્ણયની જાહેરાત કરી હતી. તેની ગર્વિત માતા સંતોષ રાનીએ કહ્યું હતું કે ‘સૈનિકો તેના મિત્ર બન્યા હતા. તેણે તેમના માટે જે કર્યું એ તેમને ગમ્યું હતું, પહેલા દિવસથી જ તેણે જવાનોને મદદ કરવાનો આગ્રહ રાખ્યો હતો. અમે તેને ટેકો આપ્યો અને તેણે ક્યારેય હાર માની નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2025 09:53 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK