આખી ફિલ્મ મજેદાર ભૂલો, કૉમેડી અને ઍક્શનથી ભરેલી છે. ફિલ્મમાં વીર દાસ, મોના સિંહ, મિથિલા પાલકર અને આમિર ખાન (કૅમિયો રોલમાં) છે. ‘હૅપી પટેલ : ખતરનાક જાસૂસ’ નેટફ્લિક્સ પર જોવા મળશે.
OTT જંક્શન
હૅપી પટેલ : ખતરનાક જાસૂસ
આ ફિલ્મ એક સ્પાય-કૉમેડી ફિલ્મ છે. હૅપી પટેલ એક અણઘડ જાસૂસ છે જે બ્રિટિશ એજન્સીમાં કામ કરે છે. તેને ગોવામાં એક મિશન મળે છે, જ્યાં તેને ખબર પડે છે કે તે મૂળ ભારતીય છે. ત્યાં તે એક જોખમી અપરાધી નેટવર્ક અને એક વૈજ્ઞાનિકની મુસીબતમાં ફસાઈ જાય છે. આખી ફિલ્મ મજેદાર ભૂલો, કૉમેડી અને ઍક્શનથી ભરેલી છે. ફિલ્મમાં વીર દાસ, મોના સિંહ, મિથિલા પાલકર અને આમિર ખાન (કૅમિયો રોલમાં) છે. ‘હૅપી પટેલ : ખતરનાક જાસૂસ’ નેટફ્લિક્સ પર જોવા મળશે.
ADVERTISEMENT
સિતારે ઝમીન પર
એક અહંકારી બાસ્કેટબૉલ કોચ (આમિર ખાન)ને નશામાં ડ્રાઇવિંગના આરોપમાં સમાજસેવા તરીકે દિવ્યાંગ વયસ્ક ખેલાડીઓની ટીમને તાલીમ આપવાનું કામ મળે છે. શરૂઆતમાં તેમના પ્રત્યે અણગમો ધરાવતો કોચ જેમ-જેમ તેમની સાથે સમય વિતાવે છે તેમ-તેમ તેના વિચાર બદલાય છે. અંતે તેના મનમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે પ્રેમ અને આદર વિકસે છે. આ ફિલ્મ સ્વીકાર્યતા અને બીજી તક વિશે છે. ફિલ્મમાં આમિર ખાન તેમ જ જેનિલિયા દેશમુખ લીડ રોલમાં છે. ‘સિતારે ઝમીન પર’ સોની લિવ પર ઉપલબ્ધ છે.
વધ 2
આ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં જેલની અંદરની સત્તા, જાતિવાદ અને માનવીય સંબંધોને ઊંડાણપૂર્વક દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં સંજય મિશ્રા અને નીના ગુપ્તા લીડ રોલમાં છે. ‘વધ 2’ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.
ભાબીજી ઘર પર હૈં : ફન ઑન ધ રન
આ ફિલ્મમાં આ નામની સિરિયલનાં પાત્રો લીડ રોલમાં છે. ફિલ્મમાં વિભૂતિ અને અંગૂરી એક રોડ-ટ્રિપ પર નીકળે છે, જે એક ક્રેઝી ચેઝમાં ફેરવાઈ જાય છે. શાંતિ અને ક્રાંતિ નામના બે ભાઈઓ તેમની પાછળ પડી જાય છે. આખી ફિલ્મ મજાક, ભૂલભરેલી પરિસ્થિતિઓ અને કૉમેડીથી ભરેલી છે. ફિલ્મમાં આસિફ શેખ, શુભાંગી અત્રે, રોહિતાશ્વ ગૌર અને રવિ કિશન મહત્ત્વના રોલમાં છે. ‘ભાબીજી ઘર પર હૈં : ફન ઑન ધ રન’ ઝી5 પર ઉપલબ્ધ છે.
મામલા લીગલ હૈ સીઝન 2
આ એક હિન્દી કોર્ટરૂમ કૉમેડી વેબ-સિરીઝ છે. આ વખતે પણ અગાઉની જેમ વિચિત્ર કેસો, કૉમેડી, ભૂલભરેલી પરિસ્થિતિઓ અને કોર્ટની અંદરની રોજિંદી મજેદાર ઘટનાઓ આ સીઝનમાં પણ જોવા મળશે. ‘મામલા લીગલ હૈ સીઝન 2’ આજથી નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.
મા કા સમ
આ ડ્રામા સિરીઝમાં મોના સિંહ અને મિહિર આહુજા મુખ્ય ભૂમિકામાં છે. એની વાર્તા એક ૧૯ વર્ષના મૅથ્સ જિનીયસ યુવક પર આધારિત છે. સિરીઝમાં ૧૯ વર્ષનો એક જિનીયસ છોકરો અગસ્ત્ય (મિહિર આહુજા) પોતાની વિધવા માતા માટે યોગ્ય જીવનસાથી શોધવા માટે ગણિતનાં સૂત્રો, ઍલ્ગરિધમ અને ચાર્ટનો ઉપયોગ કરે છે. તે માને છે કે પ્રેમ અને સંબંધો પણ ગણિતનાં સમીકરણ જેવા છે. જોકે જેમ-જેમ તે આ પ્રક્રિયામાં આગળ વધે છે તેમ તેને સમજાય છે કે જીવન અને પ્રેમ ગણિતની ફૉર્મ્યુલાથી અલગ છે. આ સિરીઝ માતા-પુત્રના સંબંધ, પ્રેમ અને જીવનની વાસ્તવિકતા વિશે હૃદયસ્પર્શી વાર્તા કહે છે. સિરીઝ ‘મા કા સમ’ આજથી ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર ઉપલબ્ધ છે.
