Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદતા દેશો પર ૧૦૦ ટકા ટૅરિફ લગાવવાની અમેરિકાની ધમકીને ભારતનો બેધડક જવાબ

રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદતા દેશો પર ૧૦૦ ટકા ટૅરિફ લગાવવાની અમેરિકાની ધમકીને ભારતનો બેધડક જવાબ

Published : 18 September, 2026 11:34 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત એના ૧.૪ અબજ લોકોની ઊર્જા-સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને પોતાનાં વેપારી તેમ જ આર્થિક હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં ઉઠાવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકન સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા ‘સૅન્ક્શનિંગ રશિયા ઍન્ડ ઈરાન ઍક્ટ 2026’ મુદ્દે ભારતે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી હતી. વિદેશ-મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત એના ૧.૪ અબજ લોકોની ઊર્જા-સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને પોતાનાં વેપારી તેમ જ આર્થિક હિતોના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં ઉઠાવશે. 
આ નવા બિલમાં અમેરિકાના રાષ્ટ્રપતિને એવી સત્તા આપવામાં આવી છે કે તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ અને ગૅસ ખરીદતા દેશો પર ૧૦૦ ટકા સુધીની જંગી ડ્યુટી લગાવી શકે છે. નોંધનીય છે કે ભારત હાલમાં દરિયાઈ માર્ગે રશિયન ક્રૂડ ઑઇલનો સૌથી મોટો ખરીદદાર દેશ છે.

વિદેશ-મંત્રાલયે નિવેદનમાં સ્પષ્ટતા કરી કે ભારતે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે અને અત્યારે પણ અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે કે ભારત બજારની ગતિશીલતા મુજબ વિવિધ સ્રોતોમાંથી ક્રૂડની ખરીદી ચાલુ રાખશે. સરકારે એવો પણ વિશ્વાસ અપાવ્યો છે કે આ બિલનાં પરિણામોનો સામનો કરવા માટે સરકાર ભારતીય વેપાર અને ઉદ્યોગજગત સાથે મળીને નજીકથી કામ કરશે. જોકે આ ટૅરિફની ભારતીય નિકાસ પર કેટલી અસર થશે એનો વાસ્તવિક અંદાજ અમેરિકા દ્વારા નિયમો લાગુ કરાયા બાદ જ આવશે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 11:34 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK