Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઘરેલુ LPG અને પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે પણ તૈયાર રહેજો

ઘરેલુ LPG અને પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે પણ તૈયાર રહેજો

Published : 02 May, 2026 01:23 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારી સૂત્રોના કહેવા મુજબ આગામી પાંચ-સાત દિવસમાં ફ્યુઅલના ભાવમાં ચાર-પાંચ રૂપિયા પ્રતિ લીટર અને LPGમાં ૪૦થી ૫૦ રૂપિયા ભાવ વધી શકે છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


વેસ્ટ એશિયાના યુદ્ધને કારણે દુનિયાભરમાં કાચા તેલની કિંમતમાં તેજ ઉછાળો આવ્યો છે. એને કારણે પેટ્રોલ-ડીઝલ તેમ જ ઘરેલુ LPGના ભાવમાં પણ વધારો થઈ શકે છે. સરકારનાં ટોચનાં સૂત્રોનું કહેવું છે કે કાચા તેલના ભાવ જે હદે વધ્યા છે એ જોતાં સરકારે ફ્યુઅલમાં ભાવવધારો કરવો જ પડશે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચારથી પાંચ રૂપિયાનો અને ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ૪૦થી ૫૦ રૂપિયાનો વધારો થઈ શકે છે. જો આ માટેની મંજૂરી કૅબિનેટની બેઠકમાં મળી જાય તો છેલ્લાં ૪ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પહેલી વારનો વધારો હશે. ૨૦૨૨થી રીટેલ ફ્યુઅલના ભાવ ઘણા અંશે સ્થિર રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રીટેલ ફ્યુઅલના ભાવમાં કોઈ વધારો ન થવાથી અત્યારે ઑઇલ કંપનીઓ નુકસાન ઉઠાવી રહી છે.

સૂત્રોના કહેવા મુજબ ગ્લોબલ એનર્જી માર્કેટમાં ઊભી થયેલી નાજુક હાલતને કારણે હજી સુધી કોઈ ફાઇનલ નિર્ણય નથી લેવાયો, પરંતુ આગામી પાંચ-સાત દિવસમાં જ ભાવવધારાને લઈને નિર્ણય લેવાઈ જશે. 



હું કહેતો જ હતો કે ચૂંટણી પછી મોંઘવારી આવશે : રાહુલ ગાંધી


કેન્દ્ર સરકારે પહેલી મેથી જ કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો ઝીંકતાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર કડક વિરોધ કરતાં લખ્યું હતું કે ‘આ પણ ચૂંટણી બિલ જ છે. હવે નેક્સ્ટ માર પેટ્રોલ અને ડીઝલ પર પડશે. મેં પહેલાં જ ચેતવણી આપી હતી કે ચૂંટણી પછી મોંઘવારીનો માર પડશે. એક દિવસમાં આ સૌથી મોટો ભાવવધારો છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ૧૩૮૦ રૂપિયાનો વધારો થયો. મતલબ કે ૩ મહિનામાં ૮૧ ટકા ભાવવધારો થયો. પહેલો વાર ગૅસ પર, હવે આગળનો વાર પેટ્રોલ-ડીઝલ પર.’


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 01:23 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK