આઇએએસ ઑફિસર ટીના ડાબી ફરી મૅરેજ કરવા જઈ રહી છે. સાથી આઇએએસ ઑફિસર સાથેનાં તેનાં પહેલાં મૅરેજ ખૂબ જ થોડા સમય માટે જ ટક્યાં હતાં.
આઇએએસ ઑફિસર ટીના ડાબી ફરી મૅરેજ કરવા જઈ રહી છે
નવી દિલ્હીઃ આઇએએસ ઑફિસર ટીના ડાબી ફરી મૅરેજ કરવા જઈ રહી છે. સાથી આઇએએસ ઑફિસર સાથેનાં તેનાં પહેલાં મૅરેજ ખૂબ જ થોડા સમય માટે જ ટક્યાં હતાં. ડાબીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટોગ્રાફ દ્વારા તેના એન્ગેજમેન્ટના ન્યુઝ શૅર કર્યા હતા. તેણે આ ફોટોગ્રાફમાં ૨૦૧૩ના બૅચના આઇએએસ ઑફિસર પ્રદીપ ગવાંડેને પણ ટૅગ કર્યા હતા જેની સાથે તે મૅરેજ કરવા જઈ રહી છે. ટીના ડાબીએ ગયા વર્ષે અતહર આમિર ખાનની સાથે છૂટાછેડા લીધા હતા જેની સાથે તેણે ૨૦૧૮માં મૅરેજ કર્યાં હતાં. તેમના વેડિંગની એ સમયે ખૂબ જ ચર્ચા થઈ હતી. એ સમયે દેશમાં ‘લવ જેહાદ’ની ચર્ચાના કારણે એ આંતરધર્મીય લગ્નની સોશ્યલ મીડિયા પર ટીકા થઈ હતી.


