તહેવારોની સીઝનમાં હાઉસિંગના વેચાણમાં ગતિ જાળવી રાખવામાં મદદ મળશે
પ્રતીકાત્મક તસવીર
રિયલ એસ્ટેટ ડેવલપર્સના જણાવ્યા અનુસાર ગઈ કાલે આરબીઆઇએ રેપોરેટ યથાવત્ રાખવાનો નિર્ણય લેતાં આગામી તહેવારોની સીઝન દરમ્યાન હાઉસિંગ વેચાણને વેગ મળે એવી શક્યતા છે.
આરબીઆઇની પૉલિસી પર ટિપ્પણી કરતાં રિયલ્ટર્સની સંસ્થા ક્રેડાઇના પ્રમુખ બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે આ પગલાથી તહેવારોની સીઝનમાં હાઉસિંગના વેચાણમાં ગતિ જાળવી રાખવામાં મદદ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઘણા રોકાણકારો આગળ આવશે અને રેસિડેન્શિયલ પ્રૉપર્ટી ખરીદશે.
ADVERTISEMENT
જોકે અમે આગામી મીટિંગમાં રેટ-કટ કરવા માટેની ફરી માગ કરીએ છે, કારણ કે વર્તમાન દરો છેલ્લાં કેટલાંક વર્ષોમાં સૌથી વધુ છે જેને નીચે લાવવાની જરૂર છે એવું ઈરાનીએ જણાવ્યું હતું. નારેડકોના પ્રમુખ રાજન બાંદેલકરના મતે વ્યાજદરમાં સ્થિરતા એ ડેવલપર્સ માટે રાહત છે જેઓ હાલમાં જટિલ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ નિર્ણયથી દરેકને ફાયદો થશે અને માર્કેટમાં લિક્વિડિટી સુનિશ્ચિત થશે એમ તેમણે ઉમેર્યું હતું.


