Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > તમારું ઘર ખરીદવા શા માટે તમારે લાઇસન્સ પ્રાપ્ત રિયલ એસ્ટેટ એજન્ટની સેવાઓ લેવી જોઈએ?

તમારું ઘર ખરીદવા શા માટે તમારે લાઇસન્સ પ્રાપ્ત રિયલ એસ્ટેટ એજન્ટની સેવાઓ લેવી જોઈએ?

16 September, 2023 12:20 PM IST | Mumbai
Vinod Thakkar | feedbackgmd@mid-day.com

ઘર ખરીદતી વખતે લાઇસન્સધારી રિયલ એસ્ટેટ એજન્ટની સેવાઓ લેવાથી ઘણા મહત્ત્વના ફાયદા થાય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘર ખરીદતી વખતે લાઇસન્સધારી રિયલ એસ્ટેટ એજન્ટની સેવાઓ લેવાથી ઘણા મહત્ત્વના ફાયદા થાય છે. તમારે શા માટે રિયલ એસ્ટેટ એજન્ટને ઘરની ખરીદી કરતી વખતે સામેલ કરવો જોઈએ એનાં કેટલાંક કારણો નીચે આપેલાં છે. 

૧. માર્કેટને લગતી કુશળતા ઃ લાઇસન્સધારી રિયલ એસ્ટેટ બ્રોકર્સ પાસે હાઉસિંગ માર્કેટને લગતી ઊંડી જાણકારી હોય છે. જે ઘરની તમે પસંદગી કરવા ઇચ્છતા હો ત્યાંના સ્થાનિક વિસ્તારની સંપૂર્ણ માહિતી એ લોકો પાસે હોય છે. પ્રૉપર્ટીનું યોગ્ય મૂલ્યાંકન તેઓ જાણતા હોય છે. આ સિવાય માર્કેટના વર્તમાન ટ્રેન્ડ્સ વિશેની એ લોકોની જાણકારી તમને ઘર ક્યાં અને કેવું લેવું એ પસંદગી કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. 
૨. પ્રૉપર્ટીઓના લિસ્ટિંગની પહોંચ ઃ વિસ્તારની પ્રૉપર્ટીના ડેટાબેઝનું વ્યાપક લિસ્ટિંગ થતું હોય છે, જે સામાન્ય લોકોને હંમેશાં સરળતાથી ઉપલબ્ધ નથી હોતું. બ્રોકર્સ પાસે આ લિસ્ટિંગની પહોંચ હોય છે. આને કારણે તમને વિશાળ શ્રેણીમાંથી તમારી રુચિ અને બજેટ અનુસાર પસંદગી કરવાનો વિકલ્પ મળી શકે છે.     
૩. વાટાઘાટ કરવાની કુશળતા ઃ વેચાણકર્તા સાથે વાટાઘાટ કરવાનો તબક્કો એ ઘરનો સોદો કરવા માટેનો નિર્ણાયક તબક્કો એ હોય છે. આ નિર્ણાયક ભૂમિકા રિયલ એસ્ટેટ બ્રોકર્સ બહુ જ હોંશિયારીપૂર્વક નિભાવી જાણે છે. તમારે બદલે એ લોકો વેચાણકર્તાઓ સાથે કુશળતાપૂર્વક નેગોશીએટ કરીને તમને શ્રેષ્ઠ ભાવ અપાવી શકે છે. સાથે-સાથે અન્ય કોઈ શરતો જેવી કે ઘરનું સમારકામ વગેરે પણ તમારા ફાયદામાં મંજૂર કરાવી શકે છે.  
૪. કમ્યુનિકેશન સ્કિલ્સ : એક નિપૂણ રિયલ એસ્ટેટ બ્રોકર દરેક ગ્રાહકની વિશિષ્ઠ જરૂરિયાતો પર ખાસ ધ્યાન રાખે છે. ગ્રાહકની વિશિષ્ઠ જરૂરિયાતોને પૂરી કરવા તેઓ વ્યવસ્થિત આયોજન કરે છે, મળતી લીડ્સનું અનુસરણ કરે છે અને ગ્રાહકોની જરૂરિયાતોને સાંભળી, સમજીને એ પ્રમાણે પ્રતિક્રિયા આપે છે તથા ગ્રાહકોના ફોનનો ત્વરિત પ્રત્યુત્તર આપીને તેમની દરેક અપૉઇન્ટમેન્ટ સમયસર જાળવે છે. 
૫. સમયની બચત ઃ પ્રૉપર્ટીઓની શોધ કરવી, એને જોઈ શકાય એ માટેની ગોઠવણ કરવી તથા દસ્તાવેજ બનાવવા વગેરે કામ ખૂબ સમય માગી લે છે. એક બ્રોકર આ બધી પ્રક્રિયાઓને સારી રીતે કરી શકે છે. તમારા માપદંડો સાથે મેળ ખાય એવી પ્રૉપર્ટીઓ બતાવવાથી માંડીને બાકીની બધી જ પ્રક્રિયાઓને તેઓ વ્યવસ્થિત રીત પાર પાડે છે, જેથી તમારા અમૂલ્ય સમયની બચત થાય છે. 
૬. આખી પ્રક્રિયા દરમ્યાન માર્ગદર્શન ઃ ઘર ખરીદવાની પ્રક્રિયામાં ઘણા તબક્કાઓ આવે છે, જેવા કે ઘર જોવા જવા માટેની ગોઠવણ કરવી, ઑફર આપવી, શરતો માટે વાટાઘાટો કરવી, મૂલ્યાંકન કરવું, ફાઇનૅન્સિંગ કરાવવું વગેરે. આ દરેક તબક્કે રિયલ એસ્ટેટ બ્રોકર તમારું માર્ગદર્શન કરે છે. તેની નિપૂણતાને કારણે તમે કોઈ પણ તબક્કે થાપ ખાતા બચી શકો છો.     
૭. માર્કેટ વૅલ્યુ અસેસમેન્ટ ઃ પ્રૉપર્ટીની ફેયર માર્કેટ વૅલ્યુ સમજવા માટે બ્રોકર તમને કમ્પેરેટિવ માર્કેટ ઍનૅલિસિસ (સીએમએ) આપે છે. ઘર ખરીદવા માટે કેટલી રકમની ઑફર આપવી એ સમજવા માટે આ માહિતી ઘણી મહત્ત્વની નીવડે છે. 
૮. પ્રોફેશનલ્સનું નેટવર્ક ઃ મોટે ભાગે રિયલ એસ્ટેટ બ્રોકર પાસે ડેવલપર્સ, મૉર્ગેજ બ્રોકર્સ, ઍડ્વોકેટ્સ, કૉન્ટ્રૅક્ટર્સ વગેરે પ્રોફેશનલ્સનું નેટવર્ક હોય છે. આ નેટવર્કમાંના પ્રોફેશનલ્સ ખરીદી પ્રક્રિયા સરળ રીતે થઈ શકે એ સુનિશ્ચિત કરે છે. ખરીદી પ્રક્રિયાને લગતા કોઈ પણ મુદ્દાઓને સરળતાથી પાર પાડવામાં તેઓ અમૂલ્ય ફાળો પ્રદાન કરે છે. 
૯. કાયદાકીય દૃષ્ટિકોણ અને દસ્તાવેજીકરણ ઃ ઘર ખરીદવાની પ્રક્રિયા વખતે કાયદાકીય રીતે યોગ્ય હોય એ રીતે દસ્તાવેજ બને એ ખૂબ જ અગત્યનું હોય છે. એક લાઇસન્સ પ્રાપ્ત બ્રોકર તમને આ બધી કાયદાકીય પ્રક્રિયા દરમ્યાન જરૂરી કૉન્ટ્રૅક્ટ્સ, ડિસ્ક્લોઝર્સ, ઍગ્રીમેન્ટ્સ વગેરે બનાવવામાં જરૂરી માર્ગદર્શન આપી શકે છે અને એ ખાતરી કરે છે કે આ બધા જ દસ્તાવેજો બરાબર હોય જેથી પાછળથી કાયદાકીય ગૂંચ ઊભી થવાનું જોખમ ટાળી શકાય. 
૧૦. તટસ્થ સલાહ ઃ પ્રૉપર્ટી સાથેનું ભાવનાત્મક જોડાણ ઘણી વાર સ્પષ્ટ રીતે વિચાર કરવામાં કોઈને અસમર્થ બનાવી શકે છે. બ્રોકર એક તટસ્થ દૃષ્ટિકોણ રાખીને બધા મુદ્દાઓની સ્પષ્ટ રજૂઆત કરી શકે છે, જેને કારણે હકીકતો અને વિશ્લેષણને આધારે યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળે છે. 
એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે બધા રિયલ એસ્ટેટ બ્રોકર્સ, એજન્ટો છે. જે બ્રોકરે વધારાનું શિક્ષણ અને લાઇસન્સની જરૂરિયાતોને પૂરી કરી છે તેની પાસે વધારે અનુભવ હોય છે અને વ્યાપક કુશળતા હોય છે. બ્રોકરની પસંદગી કરતી વખતે એ ખાતરી કરો કે તે પ્રતિષ્ઠિત હોય અને સ્થાનિક માર્કેટનો અનુભવી હોય, જેથી ઘર ખરીદી કરવાનો તમારો અનુભવ સુખદ બની રહે. પ્રોફેશનલ રિયલ એસ્ટેટ એજન્ટને કેવી રીતે વર્ણવશો?
પ્રોફેશનલ રિયલ એસ્ટેટ એજન્ટ એક લાઇસન્સધારક વ્યક્તિ છે, જે ગ્રાહકોને ઘરની ખરીદી, વિક્રી અને ભાડે અપાવવામાં મદદ કરે છે. તેની પાસે એક સુસજ્જ ઑફિસ હોય જ્યાંથી તે એના બિઝનેસની બધી કાર્યવાહી કરી શકે, ગ્રાહકોને ઉત્તમ સેવાઓ આપી શકે અને બધા ટ્રાન્ઝૅકશન્સને સફળતાપૂર્વક પાર પાડી શકે. તે/તેણી રેરા દ્વારા પ્રશિક્ષત હોવા જરૂરી છે અને મહારેરાની સર્ટિફિકેશન એક્ઝામ પાસ કરવી જરૂરી  છે. તે/તેણી સ્થાનિક રિયલ એસ્ટેટ એજન્ટ્સ અસોસિયેશનના અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના એક મહત્ત્વના પ્રોફેશનલ ઑર્ગેનાઇઝેશન – ‘નૅશનલ અસોસિએશન ઑફ રિયલટર્સ’ – ઇન્ડિયા (એનએઆર – ઇન્ડિયા)ના સભ્ય હોવા જોઈએ. એનએઆર–ઇન્ડિયાનું સભ્યપદ એજન્ટોને રિયલ્ટર બ્રૅન્ડ પૂરી પાડે છે, જે તેમને એક પ્રોફેશનલ તરીકેની તેમની ઓળખ અને વિશ્વસનીયતા આપે છે. 
એકંદરે એક વ્યાવસાયિક રિયલ્ટર તેમના ગ્રાહકોને એક જાણકાર અને વિશ્વાસપાત્ર માર્ગદર્શક તરીકે સેવા આપે છે. રિયલ એસ્ટેટ માર્કેટની જટિલ પ્રક્રિયાઓનું માર્ગદર્શન કરીને એક સરળ અને સફળ ટ્રાન્ઝૅક્શન પાર પાડવામાં મદદગાર નીવડે છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2023 12:20 PM IST | Mumbai | Vinod Thakkar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK