જળગાવની ઘટનામાં પિતાએ સુસાઇડ-નોટમાં પુત્રને મારીને મૃતદેહ ડૅમમાં ફેંક્યો હોવાનું લખ્યું
વિઠ્ઠલ પાટીલનો બાવીસ વર્ષનો પુત્ર જાણીતો રીલસ્ટાર વિકી ઉર્ફે હિતેશ પાટીલ
મહારાષ્ટ્રના જળગાવમાં ભારતીય સેનાના ભૂતપૂર્વ સૈનિકે પોતાના રીલસ્ટાર પુત્રની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. જળગાવના ધરણગાવ-એરંડોલ તાલુકાના અંજળગાવમાં રહેતા ભૂતપૂર્વ સૈનિક વિઠ્ઠલ સખારામ પાટીલે મંગળવારે તેમના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે આ પગલું ભરતાં પહેલાં સુસાઇડ-નોટ લખી હતી જે ઘટનાસ્થળેથી મળી હતી. આ સુસાઇડ-નોટમાં લખવામાં આવ્યું છે, ‘મેં મારા પુત્રની હત્યા કરીને તેનો મૃતદેહ ડૅમમાં ફેંકી દીધો છે.’
પોલીસ-તપાસમાં જણાયું હતું કે વિઠ્ઠલ પાટીલનો બાવીસ વર્ષનો પુત્ર જાણીતો રીલસ્ટાર વિકી ઉર્ફે હિતેશ પાટીલ છે. સુસાઇડ-નોટની માહિતી મુજબ પોલીસે ગઈ કાલે બપોરે ભોરખેડા ગામ પાસેના ડૅમ પરિસરમાં તપાસ કરતાં વિકી પાટીલનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ભારતીય સેનામાં કામ કરી ચૂકેલા વિઠ્ઠલ પાટીલે પુત્રની હત્યા કરીને પોતે શા માટે આત્મહત્યા કરી એનો ખુલાસો નથી થયો.
