Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાનમાં ભારે પવન સાથે વરસાદ અને કરાવૃષ્ટિએ મોસમ પલટી નાખી

રાજસ્થાનમાં ભારે પવન સાથે વરસાદ અને કરાવૃષ્ટિએ મોસમ પલટી નાખી

Published : 19 February, 2026 08:00 AM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં હળવા વરસાદને કારણે ગઈ કાલે હવાની ગુણવત્તામાં સુધારો જણાયો હતો અને હવાના પ્રદૂષણને લગતા પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા

ગઈ કાલે દિલ્હીમાં ઝરમર વરસાદે પ્રદૂષણ ઘટાડી દેતાં દિલ્હીવાસીઓ મોજમાં આવી ગયા હતા.

ગઈ કાલે દિલ્હીમાં ઝરમર વરસાદે પ્રદૂષણ ઘટાડી દેતાં દિલ્હીવાસીઓ મોજમાં આવી ગયા હતા.


ભારતીય હવામાન ખાતાએ ઉત્તર ભારતનાં ૯ રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરી હતી જે રાજસ્થાન, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં સાચી પડી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાનમાં ભારે પવન સાથે ગઈ કાલે આખો દિવસ થોડો-થોડો વરસાદ પડતો રહ્યો હતો અને કરા પણ પડ્યા હતા. રાજસ્થાનમાં ૧૧ જિલ્લાઓમાં વરસાદ અને ૪ જિલ્લામાં કરા પડ્યા હતા. જયપુરમાં ભરબપોરે સમી સાંજ જેવો માહોલ થઈ ગયો હતો અને વરસાદને કારણે સવાઈ માધોસિંહ હૉસ્પિટલમાં પાણી ભરાઈ જતાં ઑપરેશનો રોકવાં પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. 
મધ્ય પ્રદેશમાં પણ બે સાઇક્લૉનિક સર્ક્યુલેશનને કારણે મોસમ બદલાઈ ગઈ હતી અને તાપમાન વધી ગયું હતું. 

દિલ્હીમાં હળવા વરસાદને કારણે ગઈ કાલે હવાની ગુણવત્તામાં સુધારો જણાયો હતો અને હવાના પ્રદૂષણને લગતા પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 08:00 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK